વોટ્સએપ ચેટિંગમાં બોલાચાલી થતા અમદાવાદના બાવળામાં નિવૃત આર્મી જવાનની છરીના ઘા ઝીંકી કરવામાં આવી હત્યા
અમદાવાદના બાવળામાં એક સમાજના વોટ્સએપ ગ્રૂપમાં વિવાદાસ્પદ મેસેજ કરનાર કુટુંબીજને નિવૃત્ત આર્મી જવાનની હત્યા કરવામાં આવી હોવાની ઘટના સામે આવી છે. આ મુદ્દે નવરંગપુરાના પોલીસ કોન્સ્ટેબલ પર હુમલો થતા તેને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદ જિલ્લાના બાવળામાં આવેલી ભાગ્યશ્રી સોસાયટીમાં બનેલ આ ઘટનામાં હર્ષદ ઉર્ફે હસમુખ ગઢવીએ નિવૃત્ત આર્મી જવાન જયપાલસિંહ ગઢવી ઉપર છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં તેમનું મોત નીપજ્યું હતું.
જ્યારે જયપાલસિંહને બચાવવા માટે વચ્ચે પડેલા અમદાવાદ પોલીસ કોન્સ્ટેબલ કૃણાલ ગઢવી પર પણ હસમુખ ગઢવી અને તેના પરિવાર દ્વારા છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો. આ ઘટનામાં પોલીસ કર્મચારી ઇજાગ્રસ્ત થતા તેમને સારવાર માટે અમદાવાદની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
અમદાવાદ જિલ્લાના બાવળામાં આવેલી ભાગ્યશ્રી સોસાયટીમાં બનેલી ઘટનામાં એક નિવૃત્ત આર્મી જવાનનું ઘટનાસ્થળ પર જ હત્યા કરવામાં આવી હતી. તેની સાથે એક પોલીસ કોન્સ્ટેબલ ગંભીર રીતે ઇજાગ્રસ્ત પણ થયો હતો. જ્યારે આ હત્યા કેસમાં તપાસ કરતા જાણવા મળ્યું છે કે, મૃતક અને આરોપીઓ સંબંધી રહેલા છે. મૂળ રણાસર ગામમાં આરોપી હસમુખની પત્ની રેણુકા સરપંચ હતી. તેમ છતાં રેણુકાને સરપંચ પદેથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. જેના લીધે આરોપીઓને મૃતકના કારણે સસ્પેન્ડ કરવામાં આવતા મનદુઃખ થયું હતું. જેના કારણે 11 ઓગસ્ટના રોજ સમાજના વોટ્સએપ ગ્રૂપમાં કોઈ ચેટિંગ બાબતે મામલો વધુ બગડ્યો હતો.
જ્યારે ચેંટિંગ વિવાદાસ્પદ હોવાના કારણે હસમુખ ગઢવી અને જયપાલ સિંહ ગઢવી વચ્ચે ઉગ્ર બોલાચાલી પણ થઇ હતી. બન્ને આજુબાજુની સોસાયટીમાં રહેતા હોવાના કારણે જયપાલસિંહ અને કુણાલ, હસમુખના ઘરે પહોંચી ગયા હતા. જેના કારણે ઉશ્કેરાયેલા હસમુખે સોસાયટીમાં બધાની સામે જયપાલસિંહને છરીના ઘા ઝીંકી નાખ્યા હતા. આ હિંસક ઘટનામાં જયપાલસિંહનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.
તેની સાથે બાવળા પોલીસ દ્વારા આ હત્યા કેસમાં હસમુખ ગઢવી, પત્ની રેણુકા ગઢવી, પુત્ર પૃથ્વી ગઢવી અને ભાઈ સુરેશ ગઢવી વિરુદ્ધ ગુનો દાખલ કરી હસમુખ ગઢવીની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે ભાગી ગયેલા આરોપીની શોધખોળ શરૂ કરવામાં આવી છે.