બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World Aggregator ANI BBC

સાત દિવસનું ભાડું ૩ લાખ રૂપિયા, આ છે ભારતની સૌથી મોંઘી અને લકઝરી ટ્રેન, જુઓ

ભારતીય રેલ્વેનું નેટવર્ક સમગ્ર દુનિયામાં બીજા નંબરનું સૌથી મોટું નેટવર્ક છે અને ભારતીય રેલ્વેએ ભારતની સુંદર સંસ્થીકૃતિ સમગ્ર દુનિયાને પરિચય કરાવનારાઓ માટે લકઝરી ગાડીઓની એક નવી શૈલી પ્રદાન કરી છે. પેલેસ ઓન વ્હીલ્સ અને સ્વર્ણ રથ જેવી લકઝરી ટ્રેનોએ રેલ્વેને એક નવું રૂપ પ્રદાન કર્યું છે, આ લકઝરી ટ્રેનમાં યાત્રા કરવી તમારો સૌથી સારો અનુભવ હોઈ શકે છે. ભારતમાં સૌથી પહેલા ૨૬ જાન્યુઆરી ૧૯૮૨ એ પહેલી લકઝરી ટ્રેન દિલ્હીથી શરુ કરવામાં આવી હતી તે હતી પેલેસ ઓન વ્હીલ્સ. તે સમયે લકઝરી ટ્રેનોમાં એકમાત્ર આ ટ્રેન હતી જે વિદેશી સહેલાણીઓને પણ આકર્ષતી હતી.


પરંતુ ૨૦૧૦ બાદ ભારતમાં ૪ નવી લકઝરી ટ્રેન શરુ કરવામાં આવી. ત્યારબાદ આ ટ્રેનોમાં મુસાફરી કરનારા યાત્રાળુઓ માટે ૫ ઓપ્શન વધુ થઇ ગયા. મહારાજા એક્સપ્રેસ ઇન્ડિયન રેલ્વે કેટરિંગ અને ટુરીઝમ કોર્પોરેશનની તરફથી ચલાવવામાં આવનારી દુનિયાની સૌથી લકઝરી ટ્રેન છે. આ ટ્રેન દિલ્હીથી શરુ થઈને ઉત્તર- પશ્ચિમ અને મધ્ય ભારત ભરમાં ૧૨ થી વધુ સ્થળો સુધી જાય છે. 

આ ટ્રેનમાં ૨૩ ડબ્બા હોય છે જે ભારતના મહારાજાઓની જીવન જીવવાની પદ્ધતિથી ઝલક બતાવે છે. શાહી રીતે સજાવેલો ડાયનીંગ હોલ, કોન્ફરન્સ હોલ, મનોરંજન ક્ષેત્ર અને બિઝનેસ હોલ ટ્રેનને શાહી લુક આપે છે.


જો તમે ઇન્ડીયન રેલ્વેની મદદથી ભારતમાં ફરવાનો પ્લાન બનાવી રહ્ય હોવ અને તમને બધી જ સુવિધાઓ જોઈએ છે તો મહારાજા એક્સપ્રેસ તમારા માટે સૌથી સારું ઓપ્શન છે, કારણકે તે માત્ર ટ્રેન જ નથી પરંતુ એક ચાલતી- ફરતી ફાઈવ સ્ટાર હોટલ પણ છે. તો ચાલો જાણીએ આ ટ્રેનની ખાસિયતો વિશે.


આ મહારાજા એક્સપ્રેસનું ભાડું દોઢ લાખ રૂપિયાથી શરુ થઈને ૧૫ લાખ રૂપિયા સુધીનું છે. આ ટ્રેનમાં ફરવા માટે લોકોની માટે પાંચ પ્રકારના પેકેજો આપવામાં આવે છે. મહારાજા ટ્રેન એ પેકેજમાં આતા સ્ટેશનો પર રોકાય છે અને તે જગ્યા પર યાત્રાળુઓ ફર્યા બાદ પાછા નક્કી સમય પર ટ્રેનમાં પાછા આવી જાય છે. આ રીતે હરતા- ફરતા લોકો ફાઈવ સ્ટાર હોટલ પર સવાર થઈને પોતાની સફર પૂરી કરે છે.


મહારાજા ટ્રેન મુંબઈ કે દિલ્હીથી શરુ થઈને બિકાનેર, આગ્રા, રણથંભોર, ફતેહપુર સિકરી, ગ્વાલિયર, જયપુર, વારાણસી, ખજુરાહો, લખનૌ, ઉદયપુર જેવા સ્ટેશનોએ ઉભી રહે છે. મહારાજા ટ્રેનમાં ૨૩ ડબ્બાઓ જોડાયેલા છે અને આ ટ્રેનમાં એક સાથે ૮૮ યાત્રાળુઓ મુસાફરી કરી શકે છે. યાત્રાળુઓના ઊંઘવા માટે આ ટ્રેનમાં ૧૪ કેબીન બનાવવામાં આવ્યા છે. દરેક કેબિનમાં ડીવીડી પ્લેયર, ફોન, ઈલેક્ટ્રોનિક લોકર, એલસીડી ટીવી, ઈન્ટરનેટની સાથે સાથે બાથરૂમની પણ સુવિધા રહેલી છે.


ભારતીય રેલ્વેની બીજી ટ્રેનોમાં ફરવાવાળા લોકો આવું વિચારી પણ નથી શકતા કે ગંદકી અને ભીડથી જ ઓળખાતી રેલવેની ટ્રેન અંદરથી આટલી સુંદર પણ હોઈ શકે છે. આ ટ્રેનને રાજાશાહી રીતે શણગારવામાં આવેલી છે. મહારાજા ટ્રેનમાં આગ્રાથી ઉદયપુર જનારા લોકો આ ટ્રેનમાં સાત દિવસ રહે છે. આ ટ્રેન પાટા પર ચાલતી ફરતી ફાઈવ સ્ટાર હોટલ છે. જ્યાં લોકો પોતાનું મનપસંદ ભારતીય અથવા કોન્ટીનેન્ટલ ખાવાનું ખાઈ શકે છે.


આ ટ્રેનમાં ખાવા માટે એક અલગ જ ડબ્બો બનાવવામાં આવ્યો છે. આ ડબ્બો જોવામાં એક રેસ્ટોરાં જેવો જ લાગે છે. સૌથી મહત્વની વાત એ છે કે આ ટ્રેનનું ખાવાનું સૌથી સારું, ખાસ ટેસ્ટી અને સોના તથા ચાંદીના વાસણોમાં પીરસવામાં આવે છે. વર્ષ ૨૦૧૫ અને ૨૦૧૬ માં મહારાજા ટ્રેનને સેવન સ્ટાર લકઝરી એવોર્ડ પણ મળ્યો છે. મહારાજા ટ્રેનની આંતરરાષ્ટ્રીય લેવલ પર રોયલ સ્કોટમેન અને ઇસ્ટર્ન એન્ડ ઓરિએન્ટલ એક્સપ્રેસ ટ્રેનો સાથે તુલના થાય છે.