બોલિવુડના પ્રખ્યાત અભિનેતા ઋષિ કપૂરનું હાલ નિધન થયું.
બોલિવુડના પ્રખ્યાત અભિનેતા ઋષિ કપૂરનું હાલ નિધન થયું છે. દિગ્ગજ અભિનેતા ઋષિ કપૂરનું 67 વર્ષની વયે નિધન થયું છે. ગઈકાલે તેમની તબિયત લથતા હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. ઋષિ કપૂરના નિધનથી બોલિવૂડમાં શોકની લહેર વ્યાપી ગઈ છે.
અમિતાભ બચ્ચનને ટ્વિટ કરીને લખ્યું કે, વો ગયા, ઋષિ કપૂર ગયા. હાલ તેમનું નિધન થયું. હું ટૂટી ગયો છું. કપૂર ફેમિલીમાંથી રણધીર કપૂરે ઋષિના નિધનના અહેવાલની પુષ્ટિ કરી છે. તમને જણાવીએ કે, ઋષિ કપૂરને બુધવારે તેમના પરિવારે એચએન રિલાયંસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમના ભાઈ રણધીરે જણાવ્યું હતું કે, તેમને શ્વાસ લેવામાં પ્રોબ્લેમ થઈ રહ્યો હતો.
બોલિવૂડના પ્રખ્યાત અભિનેતા ઋષિ કપૂરની અચાનક તબિયત ખરાબ થતા તેમણે મુંબઇના એચએન રિલાયન્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હોસ્પિટલના સુત્રોથી મળેલી માહિતી મુજબ ઋષિ કપૂરને કેન્સર સંબંધિત સમસ્યાને લઇને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેમણે આઇસીયુમાં રાખવામાં આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે 2018માં ઋષિ કપૂરને કેન્સર હોવાની પુષ્ટિ કરવામાં આવી હતી. જે બાદ ન્યૂયોર્કમાં આશરે 8 મહીના સુધી તેમનો ઇલાજ ચાલી રહ્યો હતો. આ વાતની જાણકારી ઋષિ કપૂરે લોકોને આપી હતી કે તેમને કેન્સર છે અને હવે તેમની હાલતમાં સુધારો છે.
મળતી માહિતી પ્રમાણે ગઈકાલથી ઋષિ કપૂરની કન્ડિશન ક્રિટિકલ હતી. ઋષિ કપૂરની તબિયત ખરાબ થવાને કારણે આશરે 1 અઠવાડિયાથી હોસ્પિટલમાં હતા. આ પહેલા તેમણે ફેબ્રુઆરીમાં પણ ઋષિ કપૂરની તબિયત ખરાબ થઇ હતી જે બાદ તેમણે દિલ્હીની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.