ખાડા માં રોડ કે પછી રોડ માં ખાડા???
સમગ્ર રાજ્યમાં એક તરફ કોરોના વાયરસે કહેર મચાવ્યો છે ત્યારે બીજી તરફ સાર્વત્રિક મેઘ મહેર જોવા મળી રહી છે. રાજ્યના લગભગ તમામ વિસ્તારોમાં મેઘ રાજા મન મુકીને વરસી રહ્યા છે. જેથી ખેડૂતોમાં ક્યાંકને ક્યાંક ખુશીની લાગણી વ્યાપી ગઇ છે, ત્યારે બીજી તરફ તંત્ર દ્વારા બનાવવામાં આવેલ તમામ રોડ રસ્તા નું ધોવાણ થઈ ગયું છે.
વાત છે રાજકોટ જિલ્લા ના જેતપુર શહેર ..ગુજરાત રાજ્ય ના કેબિનેટ મંત્રી નું ગામ જ્યાં શહેર ના મુખ્ય માર્ગ વચ્ચે ભૂગર્ભ ગટર ના ઢાંકણા ખુલી ગયા હોય .. વરસાદ માં થોડું પાણી ભરાતા આ ગટર નું મુખ પાણી માં આવી જાય છે અને ત્યારે કોઈ બાઇક સવાર ત્યાં થી પસાર થાય તો તે સીધો ગટર માં થઈ ને સીધો ભાદર નદી માં નીકળે .... તંત્ર હવે ક્યારે આ કામ કરશે.... કે પછી કોઈ ઘટના બને પછી આનું સમાર કામ થશે એ જોવાનું રહ્યું છે.