બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World ANI BBC Others

રોહિત અને લોકેશ રાહુલે કર્યો રેકોર્ડ્સનો વરસાદ, વર્ષો જુના ઘણા રેકોર્ડ તોડ્યા

લોર્ડ્સના ઐતિહાસિક મેદાન પર ભારત અને ઇંગ્લેન્ડની વચ્ચે પાંચ મેચની સીરીઝની બીજી ટેસ્ટ રમાઈ રહી છે. ઇંગ્લેન્ડે આ ટેસ્ટમાં ટોસ જીતી પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ભારત માટે રોહિત શર્મા અને લોકેશ રાહુલે ઇનિંગની શરૂઆત કરી હતી. પહેલા તો બંનેએ સંભાળી શરૂઆત કરી અને પછી એક બાદ એક ઘણા રેકોર્ડ્સ તોડી દીધા હતા. બંનેની વચ્ચે અત્યાર સુધી ૧૦૦ થી વધુ રનની ભાગીદારી થઈ કરવામાં આવી હતી.

૨૦૦૮ બાદ પ્રથમ વખત કોઈ ટીમના ઓપનર બેટ્સમેનોએ લોર્ડ્સના મેદાન પર સદીની ઓપનીંગ ભાગીદારી કરવામાં આવી છે. આ અગાઉ ૨૦૦૮ માં ઇંગ્લેન્ડના ઓપનર બેટ્સમેનોએ સાઉથ આફ્રિકા સામે સદીની ભાગીદારી કરી હતી. રોહિત શર્મા ૮૩ રન પર જેમ્સ એન્ડરસનની બોલ પર આઉટ થઈ ગયા હતા પરંતુ લોકેશ રાહુલ ૯૦ રન સાથે રમી રહ્યા છે. 

આ અનોખો રેકોર્ડ પણ પોતાના નામે કર્યો 

રોહિત શર્મા અને લોકેશ રાહુલ આ ટેસ્ટમાં ૨૦ ઓવરમાં વધુ બેટિંગ કરી હતી. આ વર્ષે પાંચમી વખત ભારતના ઓપનર બેટ્સમેનોએ આ કમાલ કરી દેખાડ્યું છે. જયારે આ અગાઉ જાન્યુઆરી ૨૦૧૧ થી લઈને ડીસેમ્બર ૨૦૨૦ સુધી ભારતના કોઈ પણ ઓપનીંગ જોડી દ્વારા ૨૦ ઓવરથી વધુ બેટિંગ કરવામાં આવી નહોતી.

૧૦ વર્ષ બાદ સદીની ભાગીદારી

૨૦૧૦ બાદ સાઉથ આફ્રિકા, ઇંગ્લેન્ડ, ન્યુઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયામાં ભારત તરફથી ઓપનીંગ વિકેટ માટે આ પ્રથમ સદીની ભાગીદારી છે. છેલ્લી વખત ડીસેમ્બર ૨૦૧૦ માં વીરેન્દ્ર સહેવાગ અને ગૌતમ ગંભીરે સાઉથ આફ્રિકાના સેન્ચુરીયનમાં ૧૩૭ રનની ઓપનીંગ પાર્ટનરશીપ કરી હતી. આ ૨૦૧૭ બાદ વિદેશમાં ઓપનીંગ વિકેટ માટે પ્રથમ સદીની પાર્ટનરશીપ પણ છે.