બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World Aggregator ANI BBC

રોટરી કલબ ઓફ અમદાવાદ અસ્મિતા અને રોટરેકટ કલબ ઑફ અમદાવાદ અસ્મિતાનો શપથ સમારોહ યોજવામાં આવ્યો...

રોટરી ક્લબ ઓફ અમદાવાદ અસ્મિતાના જોઈન્ટ સેક્રેટરી પિંકી સાધુના જણાવ્યા મુજબ, રોટરી કલબ ઓફ અમદાવાદ અસ્મિતા અને રોટરેકટ કલબ ઑફ અમદાવાદ અસ્મિતાનો શપથ સમારોહ 17/10/2020 ના શુક્રવારના રોજ હોટલ રેડિસન બ્લ્યૂમા યોજાઈ ગયો.આ કાર્યકમમા મુખ્ય મહેમાન તરીકે ફુડ અને ડ્રગસ ના કમિશ્નર  દિપીકા બેન ચૌહાણ ને આમત્રણ આપવા મા આવ્યું હતું. જોકે સંજોગોવસાત તેઓ હાજર રહી શકયા નહોતા, ઇન્સ્ટોલેશન ઓફિસર તરીકે એ.કે,એસ,પી,ડી જી. મૌલિન ભાઈ પટેલ અને ઇન્ડક્શન ઓફિસર તરીકે આસિ.ગવૅનર સંગીતા શાહ હાજર રહ્યા હતા. પી.ડી.જી.ડાૅ. જે.પી. વ્યાસ ,પી.ડી.જી.જોઈતા ભાઈ અને અમદાવાદના આસિ.ગવૅનરસ એટલે કે ટીમ "સમપન" હાજર રહી હતી.



રોટરી કલબ ઓફ અમદાવાદ અસ્મિતાના સીનીયર અને નવા મેમ્બર્સ તેમના સ્પાઉસ  સાથે હાજર રહયા હતા, આ સાથે  અસ્મિતાની રોટરેકટ ટીમે પણ ઉત્સાહ પૂવૅક હાજર રહી હતી ગત વષૅ 2019/20ના પ્રેસિડેન્ટ આશા દેસાઈએ મહેમાનોને આવકાર્યા હતા. અસ્મિતાના વષૅ 20/21ના પ્રેસિડેન્ટ વર્ષા પ્રજાપતિ અને સેકટરી વિનલ પટેલે  શપથ લીઘા તથા ગત વષૅ 2019/20ના પ્રેસિડેન્ટ આશા દેસાઈએ અને સેકે્ટરી રાખી ખંડેલવાલે તેમને કોલર પહેરાવી હોદા ની જવાબદારી સુપ્રત કરી હતી. આ સાથે રોટરેકટરો નો પણ શપથ સમારોહ થયો અને પ્રેસિડેનટ તરીકે શોનિત અરોરા અને સેકરેટરી તરીકે જૈની સોનીએ શપથ લીઘા, નવા બોડૅ મેમબસૅ એ શપથ લીઘા. સેકે્ટરી રાખી ખંડેલવાલે ગત વર્ષ કરેલ કાર્યોની રજૂઆત કરી હતી. આ વષેૅ ક્લબમાં નવા દસ સભ્યો સમેલ થયા અને સભ્ય સંખ્યા ૩૫ થઈ. નવા સભ્યોમા રિયા અસુદાની, સંમતી દેસાઈ, મીતા ગાંઘી,હની ભટ્ટ,રૂપલ પટેલ,હેતલ પટેલ વિ.એ શપથ લીઘા.

પ્રેસિડેન્ટ વષાૅબેને તેમનુ વિઝન જણાવતા કહયુ કે બહેનોને આજીવિકાની તકો આપીને આત્મનિર્ભર બનાવવાના કાર્યો ઉપર વઘારે કામ કરી "મિશન આજીવિકાને  પૂરા વેગ થી આગળ લઈ જઈશું.

તે ઉપરાંત રોટરી જે સાત સેવાકીય ક્ષેત્રો મા કામ કરે છે, તે દરેક ક્ષેત્ર મા વૈવિધ્ય સભર કામ કરશુ. અગાઉના કાયોૅમા ગતિ લાવીશુ અને પૂરી ટીમ સાથે તન,મન,ઘન અને સમય આપીને નિષ્ઠાપૂર્વક આગળ વઘશુ. રોટરેકટ ક્લબના પ્રેસિડેન્ટ શોનિત અરોરાએ પણ પોતાનુ વિઝન રજૂ કયુ હતું. પી.ડી.જી. મૌલિનભાઈએ ક્લબના કાયોને બિરદાવી નવા નિમાયેલા પ્રેસિડેન્ટ તથા સેક્રેટરીને શુભેચ્છાઓ આપી હતી. એ.જી. સંગીતા શાહે પણ હંમેશા સહકાર અને માર્ગદર્શન આપશે તેવું તેમના વક્તવ્યમાં કહ્યું હતું. ડીસટીકટ ઈનટરેકટ ચેર હેમાબેન શાહે ઇનટરેકટનુ ચાર્ટર્ડ સોંપ્યું હતું.



કાર્યક્રમમાં સહુને શુભેચછા કીટ આપી, જેમા ડાૅ.નેહલ સાઘુ તરફથી N95 માસક, રોટેરીયન કૌશલભાઈ તરફથી સૅનેટાઇઝર અને, વિટામીન સી ની ગોળી આપવામા આવી હતી, કલબ ના સભ્ય ગિતીકા બેન સલુજા એ ગોટલા માથી જાતે ઉછેરીને આંબાના છોડ બનાવ્યા હતા. દરેક સભ્ય ને ગિફ્ટ કરી ને પર્યાવરણની જાળવણીનો સંદેશો પાઠવ્યો હતો, તેઓ મીઠા લિમડાના છોડ પણ સાથે લાવ્યા હતા, જે દરેક સભ્યોએ સદર સ્વીકાર્ય હતા.



સમગ્ર કાર્યક્રમને સફળ બવાનાવવાનું સંચાલન સભ્ય દિવ્યા ગુપ્તા દ્વારા કરવામાં આવ્યું હતું, લીના ગાંધી, પિંકી  સાધુ, રશ્મી જૈન, નેહાબેન ભટ્ટ, ગિતિકા સલુજા તથા ક્લબના સભ્યોઍ નોંધપાત્ર સહકાર આપ્યો હતો ઉપરાંત ઘમેૅનદ્ર પટેલનો આ કાર્યક્રમમાં ઘણો સારો સહકાર રહયો હતો. અસ્મિતા ક્લબના ઈન્સ્ટોલેશનમાં સ્પોન્સરનું ચોકોલેટ બુકે થી સ્વાગત કરવામાં આવી ને આભાર વ્યકત કરવામાં આવ્યો હતો. સાથે જ સેક્રેટરી વિનલ પટેલે હાજર રહેલ અસ્મિતાના મેમ્બર્સ અતિથિ ગાન અને અસ્મિતા સ્પાઉસ નો આભાર માન્યો હતો.

રોટરી ક્લબ નો મુખ્ય હેતુજ સેવાકીય અને માનવીય છે જેનાથી લોકોનું કલ્યાણ થઈ શકે.