સાણંદ GIDC માં આવેલ જાપાનીઝ કંપનીમાં લાગેલ આગ સતત બીજા દિવસે પણ બેકાબુ.
અમદાવાદમાં ગતરોજ સાણંદ ખાતે આવેલા GIDC માં આગ ફાટી નીકળી હતી. એ આગ હજી સુધી એટલે કે બીજા દિવસે પણ કાબુમાં નથી આવી. સાણંદ ખાતે આવેલી જાપાનીઝ યુનિચાર્મ કંપનીમાં ગઈ કાલે આગ લાગી હતી. જે હજી સુધી પણ કાબુમાં આવી નથી. ઉલ્લેખનીય છે કે યુનિચાર્મ કંપનીમાં ડ્રાઇપર તેમજ સેનેટરી નેપકીન બનાવવામાં આવતા હતા.
જો કે, ફાયર અધિકારીઓનાં અનુમાન મુજબ સાંજ સુધી આગ કાબૂમાં આવે તેવી શક્યતાઓ છે. સમગ્ર રાત દરમિયાન ફાયર વિભાગની 8 ગાડીઓ આગ બુઝાવવા માટે સતત કામ કરતી રહી હતી. જેમાં 48 ફાયરના જવાનો અને ફાયરના 4 ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા.
આગ બુઝાવવા માટે સમગ્ર રાત દરમિયાન પાણીનો મારો ચલાવવામાં આવ્યો છે, પરંતુ આગ બુઝાવવાનું નામ નથી લેતી. જોકે ઉલ્લેખનીય છે કે આ સમગ્ર ઘટનામાં દેશના ગૃહમંત્રી અમિત શાહે પણ હસ્તક્ષેપ કર્યો છે અને NDRF ની ટીમને ઘટનાસ્થળે મોકલી આપી હતી. તેમજ સમગ્ર જિલ્લા પ્રશાસન આ આગને કાબુમાં લેવા પ્રયત્નો હાથ ધરી રહ્યું છે.