બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World ANI BBC Others

ગાંધીજી ની સરમુત્યારશાહી અને સરદાર વલ્લભભાઈ પટેલ ની ઉદારતા

સરદાર વલ્લભભાઈ પટેલ ભારતના લોખંડી પુરુષ હતા. તેમને " ભારતના આયર્ન મેન " કહેવામાં આવે છે . કારણ કે તેના ઈરાદા મજબૂત હતા. ઈમારત ઊભી કરવામાં જે કામ લોખંડ કરે છે. ભારત બનાવવા માટે તે કામ સરદાર વલ્લભભાઈ પટેલે આઝાદી પછી કર્યું હતું, ભારત બનાવવાનું. આઝાદી પછી સરદાર વલ્લભભાઈ પટેલે  ભારતને એક મજબૂત રાષ્ટ્રની ઓળખ આપી. વિશ્વની સૌથી મોટી લોકશાહીનું સર્જન કરવું અને 562 રજવાડાઓને લોહીનું એક પણ ટીપું વહેવડાવ્યા વિના એક રાષ્ટ્રમાં જોડવું તે એક લોખંડી પુરુષ જ કરી શકે.          

                                                                                                                                                                                          સરદાર વલ્લભભાઈ પટેલ નો પરિવાર પરિચય 

નામ                                  વલ્લભભાઈ ઝવેરભાઈ પટેલ

 અભ્યાસ                            36 વર્ષની ઉંમરે  બેરિસ્ટર (લંડનનું મધ્ય 

જન્મ સ્થળ                         નડિયાદ ગામ, ખેડા જિલ્લા, ગુજરાત રાજ્યમાં . 

જન્મ તારીખ                        31 ઓક્ટોબર 1875 (રાષ્ટ્રીય એકતા દિવસ)

પિતાનું નામ                      ઝવેરભાઈ પટેલ

માતાનું નામ                       લાડબા ઝવેરભાઈ પટેલ

ચાર ભાઈઓના નામ           સોમાભાઈ પટેલ, નરશીભાઈ પટેલ, વિઠ્ઠલભાઈ પટેલ અને કાશીભાઈ પટેલ છે.

એક બહેનનું નામ                ડાહીબેન

પત્નીનું નામ                       ઝવેરબા પટેલ

પુત્રનું નામ                          ડાહ્યાભાઈ પટેલ 

પુત્રીનું નામ                        મણિબેન પટેલ 

રાજકીય પક્ષ                      ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ
 
પુરસ્કાર                            ભારત રત્ન  એવોર્ડ

 36 વર્ષની ઉંમરે લંડનથી બેરિસ્ટર ડિગ્રી  
                  
સરદાર વલ્લભભાઈ પટેલ ના લગ્ન 16 વર્ષની નાની ઉંમરે થયા હતા. તેથી, અભ્યાસમાં મોડું થયું, એટલે કે 22 વર્ષની ઉંમરે, 10 મી પાસ કરી. ઘરની સ્થિતિ સારી ન હતી. તેથી જ તેણે બેરિસ્ટર બનવાની ઈચ્છા હોવા છતાં અભ્યાસ છોડી દીધો. પત્નીના કેન્સર રોગને કારણે પત્નીનો સાથ લગ્નના 16 વર્ષ બાદ છૂટી ગયો. જે તેના જીવનનો સૌથી મોટો ફટકો હતો. 

તેમ છતાં સરદાર વલ્લભભાઈ પટેલ ના ઈરાદા મજબૂત હતા. તેમણે મિત્રો પાસેથી પુસ્તકો લઈને ફરી અભ્યાસ શરૂ કર્યો. આ રીતે, 36 વર્ષની વયે, તેઓ એ લંડનના મિડલ ટેમ્પલ નો બેરિસ્ટરનો 36 મહિનાનો કોર્સ માત્ર 30 મહિના માં પૂરો કરીને, લંડનમાં બેરિસ્ટર બન્યા. આટલી ઉંમરે અને આ ઘરની પરિસ્થિતિમાં, બેરિસ્ટરની ડિગ્રી મેળવવી એ જ તેમના મજબૂત ઇરાદાને બતાવે છે 



 રાજકારણમાં પ્રવેશ 

લંડનથી પાછા ફર્યા બાદ, તેમણે અમદાવાદમાં સફળ ક્રિમિનલ વકીલનો દરજ્જો પ્રાપ્ત કર્યો. આ સમયે તેમની જીવનશૈલી અંગ્રેજો જેવી બની ગઈ હતી. તે સમયે તેઓ ટાઇ, કોટ અને બૂટ પહેરતા. તેમને રાજકારણમાં કોઈ રસ નહોતો. પરંતુ મિત્રોના કહેવા પર, 1917 માં મ્યુનિસિપલ ચૂંટણીમાં અમદાવાદથી લડ્યા અને જીત્યા. આ રીતે, ઇચ્છા ન હોવા છતાં, તેમણે રાજકારણમાં પ્રવેશ કર્યો.

 ગાંધીજીથી પ્રભાવિત 

સરદાર વલ્લભભાઈ પટેલ ગાંધીજીના વિચારોથી બિલકુલ પ્રભાવિત નહોતા. ગાંધીજી સમાજ સેવા અને દેશની આઝાદી માટે સંઘર્ષમાં સંપૂર્ણ રીતે જોડાયેલા હતા. જ્યારે ગાંધીજીએ ખેડૂતો માટે" (નીલ) ગળી ક્રાંતિ" કરીને બિહારના ગરીબ ખેડૂતો માટે ન્યાય મેળવ્યો . પછી સરદાર વલ્લભભાઈ પટેલનું ધ્યાન ગાંધીજીના કાર્ય તરફ ગયું. જેમાં અંગ્રેજ સરકારે બિહારના ખેડૂતોને ગળીનું ઉત્પાદન જબરજસ્તી થી કરાવતા હતા.ગળી ની માંગના અભાવે, ગળીને વેચવા સક્ષમ ન હતા. ઉપર થી મહેસુલ પણ ચૂકવવું પડતું હતું. જો બ્રિટિશ સરકાર નાં કરારમાંથી બહાર નીકળવું હોય તો પણ મોટી રકમ ચૂકવવી પડતી હતી. ચારે બાજુથી ખેડૂતનું શોષણ થતું હતું. ગાંધીજીના ઈન્ડિગો વિદ્રોહ એટલે કે નીલ ગળી ક્રાંતિથી ખેડૂતોને ન્યાય મળ્યો અને ગેરકાયદેસર રીતે લેવાયેલી મહેસુલ ની 25% રકમ પણ પરત મળી. ગાંધીજી નાઆ કાર્ય દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલ પ્રભાવિત થયા. 



 વલ્લભભાઈ પટેલનું પ્રથમ ખેડા આંદોલન 

ગુજરાતના ખેડા જિલ્લામાં ભયંકર દુષ્કાળ પડ્યો હતો. ખેડૂતોના તમામ પાક બરબાદ થઈ ગયા હતા. વરસાદની ગેરહાજરીને કારણે માં ખેડૂતોના વાવણીના પ્રયત્નો પણ વ્યર્થ ગયા. આ રીતે આખા વર્ષની મહેનત અને કમાણી બંને વેડફાઈ ગયા. ખેડૂતોએ સરકારને ટેક્સમાં રાહત આપવા જણાવ્યું હતું. પરંતુ સરકાર પોતાનો ટેક્સ છોડવા તૈયાર નહોતી. ખેડૂતો ભારે નારાજ હતા. 

ત્યારે વલ્લભભાઈ પટેલે ખેડૂતોને ન્યાય મળે તે તે માટે જન આંદોલન કરવાનું નક્કી કર્યું. તેમનો જન્મ ખેડામાં જ થયો હતો. તેથી તે અહીંની પરિસ્થિતિથી સંપૂર્ણ રીતે વાકેફ હતા પ્રથમ, વલ્લભભાઈ પટેલે  વિવિધ જૂથોમાં વહેંચાયેલા ખેડૂતોને એક કર્યા હતા. તેમણે ખેડૂતોને એક કરીને સરકાર સામે અહિંસક આંદોલન કર્યું. આ આંદોલન ઘણા દિવસો સુધી ચાલ્યું. પણ વલ્લભભાઈ પટેલે તેમના નેતૃત્વમાં ખેડૂતોને નમવા દીધા નહીં. આખરે સરકારને વલ્લભભાઈ પટેલના પ્રથમ અહિંસક જન આંદોલન સામે નમવું પડ્યું. ખેડાના ખેડૂતોને ન્યાય મળ્યો.  



 બારડોલી સત્યાગ્રહ અને સરદારનું બિરુદ 

બ્રિટિશ સરકાર કર ની આવક વધારવા માટે દર 30 વર્ષે તપાસ કરતી હતી. આ રીતે તે જમીન પર ટેક્સ વધારવામાં આવતો હતો.. આ રીતે ગુજરાતના બારડોલીમાં પણ જમીન પર ટેક્સ વધારવા માટે તપાસ કરવાની હતી. પરંતુ ત્યાંના ડેપ્યુટી કલેકટરે બારડોલીના ખેડૂતોની સાથે મળીને તપાસ કરી ન હતી. પરંતુ બ્રિટિશ દસ્તાવેજ અનુસાર, કર ની આવકમાં 30% વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ નિર્ણયથી ખેડૂતોને મોટો આંચકો લાગ્યો. ખેડૂતોએ વિરોધ શરૂ કર્યો. આ આંદોલનનું નેતૃત્વ વલ્લભભાઈ પટેલે કર્યું હતું .

વલ્લભભાઈ પટેલે જોયું કે ચળવળમાં સૌપ્રથમ ખેડૂતો ઉત્સાહથી જોડાય છે. પરંતુ સરકારની કડકતા અને અત્યાચાર તેમને નબળા બનાવી દે છે. ખેડૂતો ચૂપચાપ કર ભરી દે છે અને આંદોલન થી અલગ થઈ જાય છે. આવી પરિસ્થિતિ ટાળવા માટે વલ્લભભાઈએ ખેડૂતોને તેમના ધાર્મિક નેતાની સમક્ષ શપથ લેવડાવ્યા કે, કોઈ પણ ખેડૂત હિંસાનો આશરો લેશે નહીં અને આંદોલન છોડશે નહીં. એક કમિટી પણ બનાવવામાં આવી હતી, જે દરેક ખેડૂત પર નજર રાખશે જેથી કોઈ ખેડૂત આંદોલનથી અલગ થઈને તેને કમજોર ન કરી દે. 

આંદોલનને દબાવવા માટે સરકારે ખેડૂતો પર અત્યાચાર કર્યો. ખેડૂતો ને માર્યા. તેમના ઘરે થી તેમના પશુઓ ઉપાડી જવામાં આવ્યા. તેમની જમીન જપ્ત કરવામાં આવી રહી હતી. . ખેડૂતોને જેલમાં પુરવામાં આવ્યા હતા. ખેડૂતો, ને સામ,, દામ, દંડ,  ભેદ થી પરેશાન કરીને જન આંદોલનને કચડી નાખવાનો પ્રયાસ કર્યો.અંતે થાકી હારી ને, સરકારે વલ્લભભાઈ પટેલની ધરપકડ કરવાની યોજના બનાવી.

તેથી ગાંધીજી બારડોલી પહોંચ્યા. જેથી જન આંદોલન કોઈ નેતા વગર સમાપ્ત ન થાય. આખરે, સરકાર હારી ને, નવી સમિતિ સાથે તપાસ કરી, લોનની આવક 30% થી ઘટાડીને 6% કરી. આ આંદોલન સાથે જોડાયેલી મહિલાઓએ વલ્લભભાઈ પટેલને સરદારનું બિરુદ આપ્યું હતું. આંદોલન સફળ રહ્યું. જેલમાં બંધ તમામ ખેડૂતોને મુક્ત કરવામાં આવ્યા હતા. તેમની જમીન અને પ્રાણીઓ પરત કરવામાં આવ્યા હતા. 



સરદાર થી સ્વાતંત્ર્ય સેનાની 

હવે સરદાર વલ્લભભાઈ પટેલ સ્વાતંત્ર્ય સંગ્રામમાં સંપૂર્ણ રીતે જોડાયા. જલિયાવાલા બાગના હત્યાકાંડ પછી, તેમણે તેમના તમામ પશ્ચિમી વસ્ત્રો ઉતારી લીધા અને ગાંધીના અસહકાર આંદોલનને સમર્થન આપવા ખાદી અપનાવી. આ રીતે તેણે સ્વતંત્રતા માટે પોતાની જાતને સંપૂર્ણ રીતે તૈયાર કરી. તેઓ ૧૯૨૦ માં અમદાવાદ ની કોંગ્રેસ સમિતિના વડા બન્યા. તે પછી તેઓ૧૯૨૨,૧૯૨૪ અને ૧૯૨૭ સુધી આ પદ પર ચૂંટાયા. પછી આઝાદી ન મળી ત્યાં સુધી તેઓ આ માટે કામ કરતા રહ્યા. દેશ ની આઝાદી માટે અનેક વાર જેલ માં પણ ગયા.         

ગાંધીજી ની સરમુત્યારશાહી અને  સરદાર વલ્લભભાઈ પટેલ ની  ઉદારતા 

બીજા વિશ્વયુદ્ધના અંત સાથે અને 1946 માં ભારતને આઝાદી મળશે તે નક્કી થયું. તેથી વચગાળાની સરકાર બનાવવા માટે કોંગ્રેસના નવા વડાની પસંદગી કરવા ની હતી. જે સ્વતંત્ર ભારતના પ્રથમ વડાપ્રધાન બનવાના હતા. તેનું નામાંકન 15 રાજ્ય/પ્રાદેશિક કોંગ્રેસ સમિતિઓ દ્વારા કરવાનું હતું. 

15 સમિતિઓમાંથી 12 સમિતિઓ એ સરદાર વલ્લભભાઈ પટેલની પસંદગી કરી હતી . 3 સમિતિએ કોઈને પસંદ કર્યા નથી. આમ સરદાર વલ્લભભાઈ પટેલ સ્વતંત્ર ભારતના પ્રથમ વડાપ્રધાન, કોંગ્રેસના નિર્વિવાદ પ્રમુખ તરીકે ચૂંટાયા. જ્યારે કોઈએ જવાહરલાલ નેહરુને નામાંકિત કર્યા ન હતા. 

આમ ગાંધીજી, જેઓ જવાહરલાલ નેહરુને પ્રથમ વડાપ્રધાન બનાવવા માંગતા હતા. તે ધર્મ સંકટ માં આવી ગયા.. ગાંધીજીએ જવાહરલાલ નેહરુને સમજવાનો પ્રયત્ન કર્યો. પરંતુ જવાહરલાલ નેહરુએ કોઈના હાથ નીચે કામ કરવાની ના પાડી. એવું પણ કહેવાય છે કે જવાહરલાલ નહેરુએ તો કોંગ્રેસ તોડવાની ધમકી પણ આપી હતી. જો કોંગ્રેસ તૂટી ગઈ હોત તો સ્વતંત્રતા જોખમમાં આવી હોત અથવા વિલંબ થયો હોત. 

તેથી ગાંધીજીએ સરદાર વલ્લભભાઈ પટેલને નામાંકન પાછું ખેંચવા કહ્યું . સરદાર વલ્લભભાઈ પટેલે કોઈ સમય બગાડ્યા વિના પોતાનું નામાંકન પાછું ખેંચ્યું. આ રીતે ગાંધીજી નો અયોગ્ય અને સરમુખત્યારશાહી ભરેલો નિર્ણય તેમને ઉદારતા થી સહી લીધો. આવા વિશાળ હૃદય ના માલિક હતા સરદાર વલ્લભભાઈ પટેલ. આ રીતે વિશ્વના સૌથી મોટા લોકતંત્રની શરૂઆત ગાંધીજીના સરમુખત્યારશાહી અને આપખુદીભર્યા વલણ થી નિર્ણયથી થઈ. 



ભારતના પ્રથમ નાયબ વડા પ્રધાન અને ગૃહ પ્રધાન

સરદાર વલ્લભભાઈ પટેલ ભારતના પ્રથમ નાયબ વડાપ્રધાન અને ગૃહમંત્રી હતા. અંગ્રેજો એ 1947 માં ભારત છોડી દીધું હતું. પછી ભારત ઘણા નાના રજવાડાઓમાં વહેંચાયેલું હતું. લગભગ 562 જુદા જુદા રજવાડાઓ હતા. દરેકનો અલગ અલગ રાજા હતો. આ તમામ રાજાઓ ને તેમના રાજ્યને સમર્પિત કરીને હિન્દુસ્તાન બનાવવા માટે મનાવવું ખૂબ જ મુશ્કેલ હતું. આ કામ માટે મજબૂત ઈરાદા અને દીર્ઘદ્રષ્ટિ ધરાવનાર વ્યક્તિ જ કરી શકે છે. સામ, દામ, દંડ અને ભેદ દ્વારા કામ કેવી રીતે કરાવવું તે જાણનાર વ્યક્તિ જ આ કાર્ય સફળતાપૂર્વક કરી શકે છે. સરદાર વલ્લભ પટેલે લોહીનું એક પણ ટીપું પડયા વગર કરી બતાવ્યું. આવા અઘરા કાર્યો સરદાર વલ્લભભાઈ પટેલ ને ખરા અર્થમાં લોહપુરુષ ની ઓળખ આપે છે. 

 જૂનાગઢ અને હૈદરાબાદ 

આખા હિન્દુસ્તાન ને એક  રાષ્ટ્ર બનાવવા માટે જૂનાગઢ ના નવાબ અને હૈદરાબાદના નવાબ બંને મુશ્કેલીઓ ઉભી કરી રહ્યા હતા. જૂનાગઢના નવાબ પાકિસ્તાનમાં જોડાવાના હતા. જ્યારે તેમની પ્રજાને હિન્દુસ્તાન સાથે જોડાયેલા રહેવું હતું. જૂનાગઢ  ના નવાબે લોકોની ઇચ્છાઓ સમક્ષ શરણાગતિ સ્વીકારી લીધી. તે ભારત છોડીને પાકિસ્તાન ભાગી ગયો હતો. આ રીતે જૂનાગઢ હિન્દુસ્તાનમાં જોડાયું.

હૈદરાબાદને પોતાનું સ્વતંત્ર રાજ્ય બનાવવું હતું. તેથી હૈદરાબાદના નવાબ નિઝામે સરદાર વલ્લભભાઈ પર ચારે બાજુથી દબાણ લાવવાનો પ્રયાસ કર્યો. નવાબે પોતાનો સંદેશવાહક મોકલીને ધમકાવવાનો અને ધમકી આપવાનો પણ પ્રયાસ કર્યો હતો. લગભગ એક વર્ષ એટલે કે લગભગ 400 દિવસ સુધી તેની તેની રમત જોઈ. અંતે સરદારે તેને ભરડા માં લીધો.. પછી સરદાર વલ્લભભાઈ પટેલે લશ્કર મોકલીને હૈદરાબાદ ને ઘેરી લીધું. આ રીતે હૈદરાબાદના નિઝામને પણ કચડી નાખવામાં આવ્યો હતો. આ લશ્કરી કાર્યવાહી ને " ઓપરેશન પોલો"  તરીકે ઓળખવામાં આવે છે.



 કાશ્મીર અને UNO (united nation organization)

આજના ભારતની સૌથી મોટી સમસ્યા કાશ્મીરની છે. આઝાદીના આટલા વર્ષો પછી પણ આ સમસ્યાનો કોઈ ઉકેલ મળ્યો નથી. આપણા અબજો અને અબજો રૂપિયા ખર્ચાતા હોવા છતાં કાશ્મીર આપણું હોવા છતાં આપણું નથી. 

કાશ્મીરની સમસ્યાજુનાગઢ ની સમસ્યા થી ઉંધી હતી. કાશ્મીર ના રાજા હરિસિંહ હિન્દુ હતા. પણ તેની પ્રજા મુસ્લિમ હતી .રાજા હરિસિંહ નક્કી કરી શક્યા નહીં કે તેમણે પાકિસ્તાન સાથે રહેવું કે ભારત સાથે. એટલા માટે તે બંનેના પ્રસ્તાવને ટાળતો રહ્યો. આખરે પાકિસ્તાને કાશ્મીર પર હુમલો કર્યો. રાજા પાસે પૂરતી સેના નહોતી જે પાકિસ્તાન સેના સાથે સ્પર્ધા કરી શકે. તેથી રાજાએ ભારત પાસે મદદ માંગી. 



પરંતુ સરદાર વલ્લભભાઈ પટેલે શરત રાખી કે. જો રાજા હરિ સિંહ કાશ્મીર ને ભારત માં વિલય કરવાના દસ્તાવેજ પર સહી કરે તો જ ભારત કાશ્મીર ની મદદ કરશે. નહિ તો મદદ નહિ કરે. આ રીતે રાજા હરિસિંહને કાશ્મીરને ભારત સાથે જોડવાના પ્રસ્તાવ પર હસ્તાક્ષર કરવા મજબુર કર્યા.. આ રીતે સરદાર વલ્લભભાઈ પટેલે જમ્મુ -કાશ્મીરને ભારતનું અભિન્ન અંગ બનાવ્યું.
 
હવે પાકિસ્તાનની સેના જે શ્રીનગર પહોંચી હતી. ભારત ની સેનાએ એ પાકિસ્તાન ની સેના ને  શ્રી નગર થી ભગાડી દીધી. પાકિસ્તાનને ખરાબ રીતે હારનો સામનો કરવો પડ્યો હતો. ભારતીય સેના પાકિસ્તાનની સરહદ સુધી પહોંચી ગઈ હતી. ભારત ઇચ્છે તો લાહોર અને કરાચી પણ જીતી શકે છે. તે સમયે પાકિસ્તાનને પાઠ ભણાવવાનો સમય આવી ગયો હતો. ભારત પાસે આ સુવર્ણ મોકો  સામે ચાલી ને આવ્યો હતો.



પરંતુ એ સમયે જવાહરલાલ નેહરુ એ, ભારત ના ગૃહ મંત્રી ને પૂછ્યાવગર અને કોઈ પણ પાર્લામેન્ટ ની મીટીંગ બોલાવ્યા વગર, પોતાની મેળે યુદ્ધવિરામ ની ઘોષણા કરી દીધી. અને રેડિયો પર આખા વિશ્વ સામે જાહેર કર્યું કે, કાશ્મીર ની સમસ્યા નો ઉકેલ અમે યુનો ની મધ્યસ્થિ માં કરીશું. આ પ્રમાણે સરદાર વલ્લભભાઈ પટેલે જે સમસ્યા ઉકેલી નાખી હતી. તે નેહરુ ના નિર્ણાય થી ગુંચવાઇ. જે આજે 70 વર્ષ પછી પણ યુનોની મધ્યસ્થીથી ઉકેલાયો નથી.

જેના કારણે આપણા હજારો જવાનોએ બલિદાન આપવું પડ્યું છે. જે હજુ ચાલુ છે. ભારતનું અબજો નું આર્થિક નુકસાન થઈ રહ્યું છે. એટલે જ એટલે જ દરેક ભારતીય ને લાગે છે કે, જો સરદાર વલ્લભભાઈ પટેલ પ્રથમ વડાપ્રધાન હોત તો કાશ્મીરની સમસ્યા ઉભી ન થઈ હોત. આમ આઝાદીના 70 વર્ષ પછી પણ ભારતના લોકોના હૃદયમાં રહેલા સરદાર વલ્લભભાઈ પટેલની જગ્યા કોઈ લઈ શક્યું નથી. ભારતના લોકો માટે, તે હંમેશા ભારતના સરદાર રહેશે.   



                                                              જય હિન્દ