સત્ય સાઈ હાર્ટ હોસ્પિટલ, કાસીન્દ્રાની મુલાકાતે સુપ્રીમ કોર્ટના નિવૃત જસ્ટિસ, હોસ્પિટલને આપી આ અનોખી ભેટ....
અમદાવાદના ધોળકા નજીક આવેલા કાસીદ્રા ગામમાં આવેલી સત્ય સાઈ હાર્ટ હોસ્પિટલમાં વિથ આઉટ બિલના વિષય સાથે નાના બાળકોના હૃદયની નિઃશુલ્ક સારવાર કરવામાં આવે છે, સત્ય સાઈ હાર્ટ હોસ્પિટલની સેવાકીય સુવાસથી પ્રેરાઈને સુપ્રીમ કોર્ટના નિવૃત જસ્ટિસએ હોસ્પિટલને અત્યાધુનિક એમ્બ્યુલન્સ ભેટ આપી, આ એમ્બ્યુલન્સના લોકાર્પણ પ્રસંગે સુપ્રીમ કોર્ટના જસ્ટિસ એમ.આર.શાહ તેમજ એડવોકેટ જનરલ કમલ ત્રિવેદી ઉપસ્થિત રહ્યા હતા.
સત્ય સાઈ હોસ્પિટલને મળેલી એમ્બ્યુલન્સ તમામ પ્રકારની સુવિધાઓથી સજ્જ છે. એમ્બ્યુલન્સમાં દર્દીઓને પલંગમાં સુતા હોય તેવી રીતે બિલકુલ આરામ દાયક સ્થિતિમાં લાવવામાં આવે છે. તેમજ એમ્બ્યુલન્સમાં દર્દી સાથે તેમના 2 સબંધીઓ પણ બેસી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.
આ એમ્બ્યુલન્સ ઇન્દોર થી અમદાવાદ સુધી ચાલશે. ઈન્દોરથી એમ્બ્યુલન્સ મારફતે બાળકોને અમદાવાદ લાવવામાં આવશે અને અહીં હોસ્પિટલમાં બાળકોની સર્જરી થયા બાદ એમ્બ્યુલન્સ ફરી તેમને પરત લઇ જશે. મહત્વનું છે કે સત્ય સાઈ હાર્ટ હોસ્પિટલ દ્વારા અત્યાર સુધીમાં સેંકડો બાળકોના હાર્ટ ની નિઃશુલ્ક સારવાર કરવામાં આવી ચુકી છે.