મોરી સાહેબ....ગુજરાતી ઈલેક્ટ્રોનિક મિડીયાના પ્રથમ સુપરસ્ટાર!!!
સૌજન્ય: Mera Guarat
લેખક- મહેન્દ્ર બગડા
"યાદો કી બારાત ઉર્ફે જુના સંસ્મરણો"
વર્ષ બે હજાર ત્રણ, સાવ અજાણી જગ્યા. જે આર.એફસ.સી તરીકે જાણીતી હતી. હજુ તો મોબાઈલ યુગની શરુઆત થઈ રહી હતી. સેટેલાઈટ દ્વારા ધેર ધેર ન્યુઝ પહોંચાડવાના કારખાનાઓ દેશના ખુણે ખુણે ચાલુ થઈ રહ્યાં હતા. એ સમયે દેશભરમાં એક સાથે અનેક રીજનલ ચેનલ ચાલુ કરી આઁધ્રપ્રદેશના ઉદાર અને ઋજુ હૃદયના ઉદ્યોગપતી રામોજી રાવે સમાચાર અને એન્ટરટેઈનમેન્ટની દૂનિયામાં ખળભળાટ મચાવી દીધો.
ગુજરાતમાં ઈટીવીના આગમન પહેલા પણ પ્રાદેશિક ચેનલો અસ્તીત્વમાં હતી. પરંતુ જે રીતે ઈટીવી દરેક ગુજરાતની ધરમાં ધુસી ગઈ અને સમાચાર એટલે ઈટીવી એ પર્યાય બની ગઈ તેની પાછળ એક માણસની મહેનત, ધગશ અને સૌથી મહત્વનુ તેના હૃદયની શુધ્ધતા ભાગ ભગવી ગઈ. ગરીબો પ્રત્યે અનુકંપા, ગ્રામિણ જીવન તરફ ભયંકર પક્ષપાત અને કોઈ પણ રીતે કોઈને મદદરુપ થવાનો ખાનદાની સંસ્કકારનો સ્વભાવ એ માણસમાં હતો જેમણે મારા જેવા અનેક લોકોના ધરમાં રોશનીનો ઝળહળાટ ફેલાવી દીધો.
આ જીંદાદીલ માણસ એટલે બીજુ કોઈ નહી પરંતુ અમારા સૌના લોકલાડિલા મોરીસાહેબ. એટલે કે સતિષ મોરી સર.
ઈટીવી ઓફિસ, સમભાવ બિલ્ડીંગ--સમય સવારના સાડા દસથી રાત્રીના બાર વાગ્યા સુધીનો..કોઈ પણ સમય ધારી લો.....ભય, ધંધામાં ધ્યાન આપો, દરજી તમે આખા દા-ડો કંપનીની કાર લઈ ક્યાં ભટક્યા કરો છે, ગૌરવભૈય યાર કંઈ સ્ટફવાળી સ્ટોરીઓ લાવો.
ઓઓઓ..ત્તારીના, આ સમીર શુક્લા જો આવી મેલરિયાની સ્ટોરીઓ લાવશે તો મારે ભઈ , સ્ટીંગ ઓપરેશન કોણ કરશે. સમીરભઈ , તમે યાર ક્રાઈમના માણસ છો, કંઈક જોરદાર લાવો. ભૈય ગીતાબેન શું કરો છો, ઓકે ઓકે. સેજલ ક્યાં છે, પેલો વિઓ તેમની જોડે કરાવી લો, ચંદ્રકાંત કનોજીયા આવી ગયા કે ...અરે પંચાલ સાહેબ, આ લાલજી અને બગડા આખો દાડો ત્યાં સુર્યા પર બેસી રહી એક એવી(av) ઉતારે તેમ કેમ ચાલે, વશરામ જા તો નિચે મને મળવા એક ભઈ આવ્યા છે, ને પાછો જોજે, મોટા માણસ છે, સંભાળીને લાવજે, ઓ..ઓ..ગીરીશભાઈ, આ સાતના ન્યુઝ પતે પછી મને મળજોને( ગીરીશભાઈને ગાંધીનગર જવાની ભયાનક ઉતાવળ હોય એટલે કાળુ મો કરી કોઈ પણ એક એડીટ સુટમાં ગુસ્સામાં ઘુસી જાય) બોલો, રાવલજી, તમારે આજે પાછુ કોઈ હોસ્પટીલનુ કામ આવી ગયુ હશે નહી, પણ ભઐ મોડી રાતનુ ફંકશન છે, તમારે જવુ જ પડશે, બગડાને લેતા જજો....ઝાલાબાપુ, આવોને..ને બંને વચ્ચે ભયાનક ધીરા અવાજે ગુપ્ત ચર્ચા, નજીકમાં વિનોદ દેસાઈના કથીત જાસુસીના આરોપવાળા આંટાફેરા...મોરી સાહેબ ઉવાચ-ઓ ભઈ ધમા, પેલા સિક્યુરીટીવાળા યાદવને બોલાવને ભૈ...મનીષભૈ, લાઈટો તો બરાબર ચાલે છે ને.....(મનિષ પંડ્યા ઈલેક્ટ્રીક વિભાગ
ત્યાં મનિષ કડિયાનુ સાહેબના બોક્સમાં જવુ, થોડા ગભરાતા ગભરાતા પોતાની બદલી ગાંધીનગર કરી આપવાની રજુઆત...ઝાલાબાપુ,નંદુ, લાલજી સાથે મારુ એમના બોક્સમાં બેસી ગપ્પા મારવા.દવેસરને મળવા મિલિટ્રી ઓફિસર આવે અને સાહેબ ચિંતનને તેની સાથે દરિયા સીમાએ કે પછી રાજસ્થાનના રણમાં મોકલે.
સતત વાળને ઉંચા નીચા કરતા પરિક્ષીત પરમાર કોઈ પણ ભોગે મોરીસાહેબ પાસે પોતાની છાપ સારી રાખવા ધમપછાડા કરતો. પછી થી જો કે પરિયાની છાપ થોડી ખરાડઈ હતી તેવા સમાચાર મળ્યા તા. ખેર,
મોરી સરનો ગઈ કાલે જન્મ દિવસ હતો. બધી જુની યાદ આવી ગઈ. હા બીપીન પ્રજાપતી સર, પરેશ રાજપુત, હર્ષલભાઈ , ગાડીવાળા વિપુલ ભાઈ જેવા સજ્જન માણસો હમણા ભુલાઈ જાત, સમયે યાદ આવી ગયા એટલે ઉલ્લેખ થઈ ગયો. ત્યાં હોટ લાઈન પર બેસી અમદાવાદ પર અલગ અલગ ટિપ્પણીઓ કરનાર વિજયગારુ, સુનિલસર અંકલેશ્વરિયા, હિરેન, અમિત અને સદા બળવાખોર શિશિર શેઠ, ઓરિસ્સાની સુંદર એન્કરને ખબર પડવા વગર તેને ચાહતો વિકાસ ચૌધરી, અલ્યા એવુવુવુવ ના હોય ....એવા લાંબા લહેકે બોલતો મારો પ્યારો ધર્મેશ રાજદીપ. પીઆર વર્કના કુશળ કારીગર અને મને સુપર મારતા શીખવ્યુ તુ એ જેતપુર નરેશ મૌલિક મહેતાસર જે હજુ પણ અજાણી છોકરીને સિસ્ટર જ કહે છે.
પ્રથમ વખત પત્રકારત્વનુ લેશન શીખવનારા દવેસર અને વ્યાકરણમાં સૌથી વધુ ભુલ મહેન્દ્ર બગડાની જ હોય છે તેવુ કહેનાર હમવતની દિલીપ ગોહિલ સાહેબ પણ યાદ આવે છે. આપણો સદાબહાર વિહાર વૈષ્ણવ અને આરએફસીમાં મારી સાથે નાની નાની વોતામાં ઝઘડા કરતા અને પાછળથી ખુબ પ્રેમાળ રિલેશન રાખનાર હિતેષીબેન મહેતા, જે મારા કુંડલાના ધરે આવેલા. રેખાબહેન ચાંદોરકર, રાહુલજી પણ ખુબ હેતથી ત્યાં આરએફસીમાં સાચવતા. મહેશ રાયજાદાએ પોરબંદરના સમગ્ર સજીવ જીવોને ઈટીવીના પડદા પર બતાવી ત્યાં લીઝ લાઈન ચાલુ કરાવી ન્યુઝનો ધોધ વહેવડાવી દીધો હતો. તે પણ યાદ છે. આજે મારા જેવા અનેક પત્રકારો બબ્બે ચાર ચાર મોટરોમાં ઠાઠ સાથે ફરે છે. મોટા મોટા નેતાઓ સાથે ધરોબો રાખે અને ખુબ ઝલસા ઠોકે છે તેનો બધો જ યશ મોરી સાહેબને જાય છે. તેમની કૃપા સીવાઈ આજે ટીવી ચેનલોમાં દબદબો ધરાવનારા પત્રકારો આટલા આગળ આવ્યા ના હોત.
છેલ્લે, હુ લાલજી અને નંદુ લગભગ રોજ મોરી સાહેબને યાદ કરીએ છીએ. જુદા જુદા સંદર્ભે પરંતુ અમે સરને યાદ કરીએ છીએ. મોરીસાહેબ, હેડકી વધુ આવતે તો સમજવુ કે અમે યાદ કરી રહ્યાં છીએ. જન્મ દિવસની ખુબખુબ શુભકામનાઓ. એક સમયે મોદીસાહેબને પણ એકાદ સ્ટોરીથી દોડાવી દેનાર મોરી સરને ઈલેકટ્રોનિક મિડિયામાં હવે કંઈ સાબિત કરવાનુ રહેતુ નથી. એક નહી પરંતુ બબ્બે ચેનલોને નંબર વન બનાવી ચુક્યા છે. છેલ્લે હેમંત ગોલાણી અને ઈસુદાનભાઈ ગઢવીનુ નામ જો આ લેખમાં ભુલાઈ જાત તો તેઓ કુંડલા મને મારવા આવત. એટલે તેમનો ઉલ્લેખ થઈ ગયો, બચી ગયા. તન્મયના આત્માને ભગવાન કાયમ શાંતી આપે. તે પણ એક સમયે આપણા જીવાતા જીવનનો મહત્વનો હિસ્સો હતો. ગૌરવ વૈધ પાછુ એવુ ના કહેતા તો પછી શિવમ પાનવાળા પણ આપણી જીંદગીનો હિસ્સો હતો...એટલે શિવમ પાનવાળા પેન્ટર ને પણ યાદ. અસ્તુ. આ લખી રહ્યો છું તો મારો દિકરો કલરવ મેલોડિકા પર એક ગીત શીખી રહ્યો છે,
યોગાનુયોગ ગીત આ લેખને કદાચ લાગુ પડી રહ્યું છે.
ગીતના બોલ:-
"જીંદગી કે સફરમે ગુજર જાતે હૈ જો મકાં, વો ફિર નહી આતે, વો ફિર નહી આતે."
અગેઈન મોરી સર , વિશ યુ વેરી હેપ્પી બર્થ ડે.