બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World Aggregator ANI BBC

BPL ધારક કુટુંબો અને ખેડૂતોને વીજ બીલમાં રાહત, રાજ્યના ઉર્જા મંત્રી સૌરભ પટેલની મહત્વની જાહેરાત...

રાજ્યના ઉર્જામંત્રી સૌરભભાઈ પટેલ દ્વારા વીજ યુનીટને લઈને અગત્યની જાહેરાત કરવામાં આવી છે, જેમાં BPL કુટુંબો માટે હવે 50 યુનિટ વપરાશ પર એક ભાવ 1.50 રૂપિયા પ્રતિ યુનિટના ભાવે મળશે તેમજ વીજળી ખેતીવાડીમાં યુનિટદીઠ ભાવમાં ઘટાડો કરવામાં આવશે. જેનો લાભ.ઉદ્યોગોમાં રાત્રે વપરાતી વીજળીમાં આપવામાં આવશે. દરેક વર્ષની 1 એપ્રિલથી વીજ યુનીટનો નવો ભાવ જાહેર થાય છે. 

ઉર્જા મંત્રી સૌરભ પટેલ દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે, BPL કુટુંબમાં માસિક 30 યુનિટ ના વપરાશ માં 1.50 રૂપિયા નો યુનિટ ભાવ હતો તે હવે 50 યુનિટ સુધી એજ ભાવ રહેશે. તેમજ ખેતીવાડીમાં લિફ્ટ એરિગેસનમાં યુનિટ દીઠ 1.80 ભાવ હતો તેમાં પણ ઘટાડો કરવામાં આવશે.

આ ઉપરાંત ઉર્જા મંત્રીએ જણાવ્યું હતું કે ઉદ્યોગોમાં રાત્રે જે વીજળી વાપરવામાં આવે છે તેમાં પણ લાભ આપી પ્રોત્સાહિત કરવામાં આવશે.

આ ઉપરાંત ગરીબ ખેડૂતો તેમજ ઉદ્યોગોના વીજ દર માં લાભ મળે તેને લઈ કોઈ યુનિટ માં ભાવ વધારો કરવામાં આવેલ નથી..