દિવાળી પહેલા SBI બેંકે આપી મોટી ભેટ, જાહેર કરી આકર્ષક રાહત...
દેશની સૌથી મોટી બેંક SBI એ આજે ગ્રાહકોને દિવાળી પૂર્વે એક મહત્વની ભેટ આપી છે. સરકાર દ્વારા માંગ વધારવા થતા જોર પેટે હવે SBIએ પણ ગ્રાહકો માટે લોન લેવા માટે આપવામાં આવતી આ મહત્વની ફી માફ કરવાનો નિર્ણય કર્યો છે.
SBI બેંકે આજે એક મહત્વની જાહેરાત કરતા કહ્યું છે કે કાર લોન, ગોલ્ડ લોન અને પસર્નલ લોન માટે વસૂલવામાં આવતી પ્રોસેસિંગ ફી માફ કરવામાં આવી છે. જોકે મહત્વની શરત એ છે કે આ લોન માટે ગ્રાહકોએ અરજી SBIના એપ્લિકેશન યોનો થકી જ કરી હોવી જોઈએ.પ્રોસેસિંગ ફી માફ કરતાની સાથે બેંકે સૌથી સસ્તા વ્યાજદરની લોનની પણ જાહેરાત કરી છે. SBIએ કાર લોન પર આકર્ષક ૭.૫%ના વ્યાજદરની જાહેરાત કરી છે. આ સાથે અમુક મોડલ પર તો ૧૦૦% ઓન રોડ ફાઈનાન્સ એટલેકે કારની કિંમતના ૧૦૦% સુધીના ફાઈનાન્સની પણ જાહેરાત કરી છે.
SBIએ તહેવારોની સીઝન પૂર્વે ગ્રાહકોને આકર્ષવા અને બજારમાં માંગ વધારવા માટે સ્પેશયલ હોમલોનની પણ રજૂ કરી છે. હોમલોન પર પણ પ્રોસેસિંગ ફી માફ કરવાની સાથે સારા ક્રેડિટ સ્કોર ધરાવતા ગ્રાહકો અને લોનની રકમ અનુસાર વધારાના ૧૦ બેસિસ પોઈન્ટના વ્યાજદર ઘટાડાની જાહેરાત કરી છે.ફેસ્ટિવ સીઝન માટે SBIએ બાંયો ચઢાવી જ દીધી છે અને ઉપરોકત હોમલોન જાહેરાત સિવાય જો ગ્રાહક SBIના YONO થકી હોમલોન મેળવવા માટે એપ્લાય કરશે તો વધારાના ૫ બેસિસ પોઈન્ટના વ્યાજદરના ઘટાડાની પણ જાહેરાત કરી છે.૩૦મી જુન, ૨૦૨૦ના રોજ SBI પાસે કુલ રૂ.૩૪ લાખ કરોડની ડિપોઝીટ છે અને ૨૪ લાખ કરોડના એડવાન્સિસ છે. બેંકનો CASA રેશિયો ૪૫%ની આસપાસ હતો. હોમલોન સેગમેન્ટમાં SBIના બજાર હિસ્સો ૩૪% અને ઓટો લોન સેગમેન્ટમાં ૩૩% છે.