સ્કૂલ ફી મુદ્દે રાજય સરકારે વાલીઓને કેવી રીતે છેતર્યા..
- રાજય સરકારે ચાલુ વર્ષમાં સ્કૂલ ફી માં 25% રાહત આપી
- રાજ્ય સરકારની જાહેરાતની વાલીઓએ લોલીપોપ ગણાવી
- 50 ટકા ફી માફી ની માંગ સામે સરકારે વાલીઓને છેતર્યાં
- સરકારના નિર્ણયને સ્કૂલ સંચાલકોએ આવકર્યો
ગુજરાતની વિજય રૂપાણી સરકારની કેબિનેટની આજે બેઠક મળી. જેમાં રાજ્યની ખાનગી સ્કૂલોમાં ફી ઘટાડા ઉપરાંત વિવાદાસ્પદ કૃષિ બિલ અને કોરોના અંગે લંબાણપૂર્વક ચર્ચા કરવામાં આવી. ગુજરાતમાં વધતા જતા કોરોનાના કેસોને કાબૂમાં લેવા માટે નવો એક્શન પ્લાન ઘડવા પણ આ બેઠકમાં ચર્ચા કરાઈ છે
સ્કૂલ ફી મુદ્દો હાઇકોર્ટમાં ગયો હતો જ્યા કોર્ટે કહ્યું હતું કે રાજ્ય સરકાર પાસે સત્તા છે એ નક્કી કરે. આખરે આટલા દિવસ રાહ જોયા પછી આજે કેબિનેટ બેઠકમાં સ્કૂલ ફી મુદ્દે લેવાયો નિર્ણય અને એ નિર્ણયથી વાલીઓ નિરાશ થયા છે.
રાજય સરકારે ચાલુ શૈક્ષણિક વર્ષમાં સ્કૂલ ફીમાં 25 ℅ માફી આપી છે જેનાથી વાલીઓમાં અસંતોષ જોવા મળ્યો છે. વાલીઓનો દાવો છે કે 25% સ્કૂલ ફી માફી આપવા સ્કૂલ સંચાલકો પહેલેથી જ તૈયાર હતા જેમાં સરકાર દ્વારા કાંઈ નિર્ણય લેવાયો જ નથી. જ્યારે સ્કૂલ ચાલુ ના હોય છતાં પણ 75% ફી વસુલવામાં આવે જે યોગ્ય નથી. સરકાર ની જાહેરાતને નકારતા વાલીઓમાં રોષ . વાલીઓ સરકાર સામે કાયદાકીય લડત આપવાની તૈયારીઓ કરી રહ્યા છીએ અને ફી મુદ્દે સરકાર જાહેરાત કરી પૂર્ણ વિરામ ન સમજે. સરકારને ચૂંટણીમાં વાલીઓ જવાન આપશે એવો વાલીઓનો દાવો છે.
જો કે સામે પક્ષે જય સરકારના 25% ફી માફીના નિર્ણયને સ્કૂલ સંચાલકોએ આવકર્યો છે અને કહ્યું કે આ બધાના હિતમાં છે