બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World ANI BBC Others

સેન્સેક્સ 487 પોઈન્ટ ગબડીને 50792.

સપ્તાહના અંતે વૈશ્વિક બજારોમાં અમેરિકા પાછળ રિકવરી છતાં આજે ભારતીય શેર બજારોમાં આજે અસાધારણ અફડાતફડીના અંતે કડાકો બોલાઈ ગયો હતો. 


અમેરિકામાં બેરોજગારીના દરમાં ઘટાડા અને સ્ટીમ્યુલસ બિલને મંજૂરી અને યુ.એસ. ફેડરલ રિઝર્વની આગામી સપ્તાહમાં પોલીસી મીટિંગ પૂર્વે અમેરિકી બોન્ડ યીલ્ડમાં વધારા છતાં અમેરિકી શેર બજારોમાં તેજી સાથે વૈશ્વિક બજારોમાં મજબૂતીથી વિપરીત સેન્સેક્સ-નિફટી બેઝડ ભારતીય શેર બજારોમાં આજે ફાઈનાન્સ-બેંકિંગ, ઓટોમોબાઈલ શેરોમાં હેમરીંગે અફડાતફડીના અંતે કડાકો બોલાઈ ગયો હતો. 


અલબત આજે સ્મોલ, મિડ કેપ શેરોમાં ફંડોનું પસંદગીનું આકર્ષણ જળવાયું હતું. આ સાથે ઓઈલ-ગેસ, કન્ઝયુમર ડયુરેબલ્સ શેરોમાં પણ સિલેક્ટિવ તેજી રહી હતી. મેટલ-માઈનીંગ, એફએમસીજી, પાવર-કેપિટલ ગુડઝ શેરોમાં પ્રોફિટ બુકિંગ થતું જોવાયું હતું. 


ઈન્ટ્રા-ડે આજે સેન્સેક્સ-નિફટી બેઝડ અસાધારણ અફડાતફડીમાં સેન્સેક્સ નીચામાં ૫૦૫૩૮.૪૩ સુધી ખાબકી અંતે ૪૮૭.૪૩ પોઈન્ટ તૂટીને ૫૦૭૯૨.૦૮ અને નિફટી સ્પોટ નીચામાં ૧૪૯૫૩.૬૦ સુધી ગબડી અંતે ૧૪૩.૮૫ પોઈન્ટ ગબડીને ૧૫૦૩૦.૯૫ બંધ રહ્યા હતા. રૂપિયા સામે અમેરિકી ડોલર આજે ૧૩પૈસા ઘટીને રૂ.૭૨.૭૮ રહ્યો હતો. 


સેન્સેક્સ વોલેટીલિટીમાં ઈન્ટ્રા-ડે ૭૪૧ પોઈન્ટ તૂટીને ૫૦૫૩૮ સુધી આવી અંતે ૪૮૭ પોઈન્ટ ગબડીને ૫૦૭૯૨

ટ્રેડીંગની શરૂઆત આજે વૈશ્વિક બજારો પાછળ મજબૂતીએ થઈ હતી. સેન્સેક્સ આગલા બંધ ૫૧૨૭૯.૫૧ સામે ૫૧૬૬૦.૯૮ મથાળે ખુલીને આરંભમાં ફ્રન્ટલાઈન શેરોમાં આકર્ષણ સાથે ટાઈટન કંપની, ઓએનજીસી, ઈન્ફોસીસ, પાવર ગ્રીડ કોર્પ સહિતમાં લેવાલીએ એક સમયે વધીને ૫૧૮૨૧.૮૪ સુધી પહોંચ્યો હતો. 


જે એકાએક શરૂ થયેલી અફડાતફડી સાથે કડાકામાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, ઓટો શેરો મારૂતી સુઝુકી, બજાજ ઓટો, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રામાં ઓફલોડિંગ થતાં અને ફાઈનાન્સ, બેંકિંગ શેરોમાં આઈસીઆઈસીઆઈ બેંક, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, ઈન્ડસઈન્ડ બેંક, કોટક મહિન્દ્રા બેંક, એચડીએફસી લિમિટેડ, બજાજ ફિનસર્વ તેમ જ ફાર્મા શેરોમાં સન ફાર્મા, ડો.રેડ્ડીઝ લેબોરેટરીઝ સહિતમાં વેચવાલીએ અને અલ્ટ્રાટેક સિમેન્ટ, નેસ્લે ઈન્ડિયા, હિન્દુસ્તાન યુનિલિવર સહિતના એફએમસીજી શેરોમાં અને ટીસીએસ, ટેક મહિન્દ્રા સહિતના આઈટી શેરોમાં વેચવાલીએ એક તબક્કે ૭૪૧.૦૮ પોઈન્ટ તૂટીને નીચામાં ૫૦૫૩૮.૪૩ સુધી ખાબકી અંતે અફડાતફડીમાં ૪૮૭.૪૩ પોઈન્ટ તૂટીને ૫૦૭૯૨.૦૮ બંધ રહ્યો હતો.

નિફટી સ્પોટ ઈન્ટ્રા-ડે ૧૫૦૦૦ની સપાટી ગુમાવી ૨૨૧ પોઈન્ટ તૂટી ૧૪૯૫૩ સુધી આવી અંતે ૧૪૪ પોઈન્ટ ગબડીને ૧૫૦૩૦.


એનએસઈનો નિફટી સ્પોટ આગલા બંધ ૧૫૧૭૪.૮૦ સામે ૧૫૩૨૧.૧૫ મથાળે ખુલીને આરંભમાં તેજીમાં ઓઈલ-ગેસ શેરો બીપીસીએલ, આઈઓસી, ઓએનજીસી સહિતમાં લેવાલી અને અન્ય ફ્રન્ટલાઈન શેરો સાથે ઈન્ફોસીસ, બજાજ ફાઈનાન્સ, ટાઈટન કંપની, શ્રી સિમેન્ટ, પાવર ગ્રીડ કોર્પ સહિતમાં આકર્ષણે એક સમયે વધીને ૧૫૩૩૬.૩૦ સુધી પહોંચ્યો હતો. જે વધ્યામથાળેથી એકાએક આંચકામાં ઓટોમોબાઈલ શેરો સાથે ફાઈનાન્સ બેંકિંગ શેરો એસબીઆઈ લાઈફ ઈન્સ્યોરન્સ, એચડીએફસી લાઈફ ઈન્સ્યોરન્સ, એચડીએફસી લિમિટેડ, આઈસીઆઈસીઆઈ બેંક, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા સહિતમાં ઓફલોડિંગ થતાં અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, મેટલ શેરો હિન્દાલ્કો, ટાટા સ્ટીલ સહિતમાં વેચવાલી અને એફએમસીજી શેરોમાં નફારૂપી વેચવાલીએ એક તબક્કે ૨૨૧.૨૦ પોઈન્ટ તૂટીને નીચામાં ૧૪૯૫૩.૬૦ સુધી આવી અંતે ૧૪૩.૮૫ પોઈન્ટ ગબડીને ૧૫૦૩૦.૯૫ બંધ રહ્યો હતો.


માર્ચ નિફટી ફયુચર ૧૫૨૦૯ થી તૂટી ૧૪૯૬૧ થઈ અંતે ૧૫૦૩૬ : બેંક નિફટી ફયુચર ૩૬૦૦૭ થી ઘટીને ૩૫૪૫૮

ડેરિવેટીવ્ઝમાં નિફટી બેઝડ આજે ફંડોએ મોટી અફડાતફડી બોલાવી હતી. નિફટી માર્ચ ફયુચર ૧૫૨૦૯.૩૦ સામે ૧૫૩૬૨.૧૦ મથાળે ખુલીને ઉપરમાં ૧૫૩૭૫ થઈ નીચામાં ૧૪૯૬૧.૫૫ સુધી પટકાઈ અંતે ૧૫૦૩૬.૪૦ રહ્યો હતો. બેંક નિફટી માર્ચ ફયુચર ૩૬૦૦૭.૭૫ સામે ૩૬૫૦૫.૨૫ મથાળે ખુલીને ઉપરમાં ૩૬૫૫૪ થઈ તૂટીને ૩૫૨૦૬.૫૫ સુધી આવી અંતે ૩૫૪૫૮ રહ્યો હતો.