બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World ANI BBC Others

સેરેબ્રલ પાલસીના બાળકો ટાઇ૫ કરી શકે તેવું ટૂલ 'ટાઇપો' બનાવ્યું.

નેશનલ ઇન્સ્ટિટયુટ ઓફ ડિઝાઇન (એનઆઇડી)ના પ્રોડક્શન ડિઝાઇન ડિપાર્ટમેન્ટના બે સ્ટુડન્ટ ભરથ સુરેન્દ્ર અને આકાંક્ષા શર્મા દ્વારા વિકલાંગ બાળકો માટે તૈયાર કરેલી ડિઝાઇન 'ટાઇપો'ને નેશનલ સેન્ટર ફોર પ્રોમોશન ઓફ એમ્પ્લોયમેન્ટ ફોર ડિસેબલ પિપલ એમ્ફસીસ યુનિવર્સ ડિઝાઇન અવોર્ડ અંતર્ગત આ ડિઝાઇનને સ્પેશિયલ જ્યુરી એવોર્ડ એનાયત કરાયો. આ પ્રોડક્ટ ડિઝાઇન 'ટાઇપો- લિટરસી ટૂલ' તરીકે ઉપયોગમાં લેવાશે. આ ટૂલ સ્પેશિયલ સેરેબ્રલ પાલસી બાળકો માટે તૈયાર કર્યું છે કે જે તેમની મોટર સ્કિલની ઉણપમાં સુધારો કરશે અને તેમના ભણતરમાં મદદરૂપ થશે.

આ અંગે વાત કરતા આકાંક્ષા શર્માએ કહ્યું કે, અમારા એકેડેમિકલ કોર્સ પ્રોડક્ટ ડિઝાઇનમાં એક પ્રોજેક્ટ તૈયાર કરવાનો હતો ત્યારે અમે વિચાર્યું કે એવું પ્રોડક્ટ ડિઝાઇન કરવું છે કે જેનાથી કોઇ ફિઝિકલી અનસ્ટેબલ વ્યક્તિને તે મદદરૃપ થઇ શકે. જેના માટે અમે સર્વે કર્યો ત્યારે જાણવા મળ્યું કે સેરેબ્રલ પાલસીનો શિકાર બનેલા બાળકોને લખવામાં ખૂબ તકલીફ પડે છે અને ભણતરથી વધારે કંઇજ નથી તે વિચારીને અમે સેરેબ્રલ પાલસીનો શિકાર બાળકો માટે ટાઇપ રાઇટર જેવું ટૂલ 'ટાઇપો' તૈયાર કર્યું છે. 

અમે સર્વેમાં નોંધ્યું કે આ બાળકોને એક્સરસાઇઝની ખાસ જરૃર હોય છે જેમાં તેમને વસ્તુઓ એરેન્જ કરવાની એક્સરસાઇઝ કરાવવામાં આવે છે તેથી આ ટૂલમાં અમે તે પ્રમાણેની સિસ્ટમ રાખી કે જેમાં એક્સરસાઇઝની સાથે સાથે ભણી શકે તે માટે સ્ટેમ્પિંગ બનાવ્યું . આ ટૂલની મદદથી ટાઇપિંગને રિપ્લેસ કરી શકાય છે. ટાઇપોમાં લેટર સ્ટેમ્પ, લેટર પેનલ, ફોન હોલ્ડર, મલ્ટી કલર સ્ટેમ્પ, ઇનબિલ્ટ સ્ટોરેજ અને પેનલ માટે મેગ્નેટ ફિટની સુવિધા આપી છે.