બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World ANI BBC Others

પૂર્વ IAS અધિકારી કલમ 370 હટાવવાને કારણે રાજીનામું આપી રાજકારણમાં જોડાયા હતા,હવે ટ્વિટર પરથી રાજકીય બાયો દૂર કર્યો

ભૂતપૂર્વ આઈએએસ અધિકારી શાહ ફૈઝલ રાજકારણ છોડીને સેવામાં પાછા આવી શકે છે. સમાચાર એજન્સી IANSએ સૂત્રોના હવાલેથી જણાવ્યું છે કે અધિકારીઓએ ફૈઝલને કહ્યું હતું કે તેમનું રાજીનામું હજી સ્વીકાર્યું નથી. ફૈઝલે તેના ટ્વિટર એકાઉન્ટથી રાજકીય બાયો 'JKPMના સ્થાપક' ને પણ દૂર કર્યું.

ફૈઝલના રાજીનામા અને 2019 માં તેમનો રાજકીય પક્ષ રચવા છતાં તેમનું નામ સરકારની સત્તાવાર વેબસાઇટ પર જમ્મુ-કાશ્મીર કેડરના આઈએએસ અધિકારીઓની સૂચિમાંથી દૂર કરવામાં આવ્યું નથી.

ફૈઝલ ​​2010 UPSCના ટોપર છે.

ફૈઝલ ​​સિવિલ સર્વિસીઝ એક્ઝામિનેશન (UPSC) ૨૦૧૦ ના ટોપર રહી ચૂક્યા છે. જમ્મુ-કાશ્મીરથી આવનાર તે પ્રથમ વ્યક્તિ છે. જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાના કેન્દ્ર સરકારના નિર્ણય સામે તેઓએ ખુલ્લેઆમ વિરોધ નોંધાવ્યો છે.તેઓ રાજકારણમાં આવવા અને સ્થાનિક યુવાનોને વૈકલ્પિક રાજકીય મંચ આપવા માગે છે.