બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World ANI BBC Others

શાહરુખના ફેન્સ માટે ખરાબ સમાચાર..

A,D,R અને S કોડ નેમનો અર્થ અર્જુન રામપાલ, ડીનો મોરિયા, રણબીર કપૂર અને શાહરુખ ખાન છે, NCB અધિકારીએ કહ્યું- અમારી પાસે વિશ્વસનીય માહિતી છે અને તકનિકી પૂરાવાના આધાર પર પગલા ભરશું

બોલીવુડ ડ્રગ્સ કેસમાં મોટો ખુલાસો એક ન્યૂઝ પેપરના અહેવાલ મુજબ. NCBની પૂછપરછમાં ડ્રગ્સ પેડલર્સે બોલીવુડના ચાર હિરોના નામ પણ આપ્યા છે. તેમા શાહરુખ ખાન, રણબીર કપૂર, અર્જુન રામપાલ અને ડિનો મોરિયાનો સમાવેશ થાય છે. મોટા સમાચાર એ છે કે અર્જુન રામપાલ શાહરુખને ડ્રગ્સ સપ્લાય કરતો રહ્યો છે. અત્યાર સુધી ફક્ત અભિનેત્રીઓના જ નામ આવતા હતા. આ પ્રથમ વખત છે કે મોટા અભિનેતાઓના નામ પણ સામે આવી રહ્યા છે.

NCBના એક અધિકારીએ પોતાનું નામ નહીં છાપવાની શરતે બોલીવુડના મોટા નામોનો આ ખુલાસો કર્યો છે. તેમની સાથે વાતચીતની સંપૂર્ણ રેકોર્ડિંગ ભાસ્કર પાસે છે. બે દિવસથી મીડિયામાં નામ આવતા ન હતા, તેના બદલે ફક્ત 'A', 'D', 'R' અને 'S' કોડ નેમથી જ માહિતી આપવામાં આવતી હતી.


હવે સ્પષ્ટ થઈ ગયુ છે કે A એટલે અર્જુન રામપાલ, D એટલે ડિનો મોરિયા, R એટલે રણબીર કપૂર અને S એટલે શાહરુખ ખાનના નામ છે. NCBના અધિકારીઓએ કહ્યું છે કે ડ્રગ પેડલરના સોર્સના જણાવ્યા પ્રમાણે અર્જુન રામપાલ શાહરુખ ખાનને ડ્રગ સપ્લાય કરતો રહ્યો છે. જોકે ડિનો મોરિયા કોને સપ્લાય કરતો હતો? આ અંગે અધિકારીએ કહ્યું કે હવે પછીની માહિતી મેળવવાની બાકી છે. પૂછપરછ ચાલી રહી છે.