બનાસડેરીની ચુંટણીમાં ફરી એકવાર શંકર ચૌધરી હુકમનો એક્કો સાબિત...
બનાસ ડેરીની ચૂંટણીમાં વર્તમાન ચેરમેન શંકર ચૌધરી ફરી હુકમનો એક્કો છે એ સાબિત કર્યું. બનાસડેરીની ચુંટણીમાં તમામ 16 બેઠકો બિનહરીફ થતાં હવે ફરી તેઓ જ ચેરમેન પદે રહેશે. તમામ બેઠકો બિનહરીફ જાહેર થતાં ચેરમેન અને વાઈસ ચેરમેનની પણ સર્વાનુમતે પસંદગી થશે.
બનાસ ડેરીની ચૂંટણીમાં શંકર ચૌધરીને હરાવવા એક સમયે ભાજપના જ દિગ્ગજો સાંસદ પરબતભાઈ પટેલ,પૂર્વ ચેરમેન પરથીભાઈ ભટોળ અને વાઈસ ચેરમેન માવજીભાઈ દેસાઈ સામે પડ્યા હતા. ત્યારે શંકર ચૌધરીએ એવી બાજી ખેલી કે આ બધા દિગ્ગજોને પરાસ્ત કર્યા અને એમણે જાતે જ ફોર્મ પરત ખેંચવા પડે તેવો અપસેટ સર્જી દીધો છે. આજે ફોર્મ ખેંચવાનો છેલ્લો દિવસ છે ત્યારે વાઈસ ચેરમેન માવજી દેસાઈએ પણ ફોર્મ ખેંચીને ડેરીના રાજકારણમાં જ નીકળી ગયા છે.
બનાસ ડેરીના નિયામક મંડળના સભ્યો બિન હરિફ થયેલા તમામ ઉમેદવારોના બેઠક પ્રમાણે નામ :-
1. રાધનપુર :- શંકરભાઈ ચૌધરી
2. સાંતલપુર :- રાધાભાઈ આહિર
3. કાંકરેજ :- અણદાભાઈ પટેલ
4. વડગામ :- દિનેશભાઈ ભટોળ
5. દાંતીવાડા :- પરથીભાઈ ચૌધરી
6. ધાનેરા :- જોઈતાભાઈ પટેલ
7. દિયોદર :- ઈશ્વરભાઈ પટેલ
8. ભાભર :- શામતાભાઈ પટેલ
9. વાવ :- રાયમલભાઈ ચૌધરી
10. થરાદ :- પરબતભાઈ પટેલ
11. દાંતા :- દિલીપસિંહ બારડ
12. અમીરગઢ :- ભાવાભાઈ રબારી
13. પાલનપુર :-ભરતભાઈ પટેલ
14. લાખણી :- ધુડાભાઈ પટેલ
15. સુઇગામ :- મુળજીભાઈ પટેલ
16. ડીસા :- રામજીભાઈ ગુંજોર
આ ચુંટણીની સાથે જ શંકર ચૌધરીએ પોતાના રાજકીય વિરોધી અને 24 વર્ષથી એક હથ્થુ શાસન ચલાવતા ડેરીના પૂર્વ ચેરમેન પરથીભાઈ ભટોળ તથા માવજી દેસાઈને પુરા કરી દીધા છે