બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World ANI BBC Others

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શ્રી શંકરસિંહ વાઘેલા બાપુએ અમદાવાદ સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને એનસીપી ના ગુજરાત અધ્યક્ષ શ્રી શંકરસિંહ વાઘેલા બાપુ એ ગુજરાતમાં કોરોના નો સૌથી વધારે મૃત્યુઆંક ધરાવતી અમદાવાદ સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી.



 આ મુલાકાત દરમ્યાન દર્દીઓના સગાવહાલા, કોરોના વોરિયર્સ તરીખે દેશના સૈનિકો ની જેમ સતત સેવાઓ આપનાર ડોક્ટર્સ, જુનિયર ડોક્ટર્સ, નર્સિંગ સ્ટાફ, વોર્ડ બોય અને વર્ગ 4 ના કર્મચારીઓને મળી તેમની સેવાઓને બિરદાવી હતી અને તેમના પ્રશ્નોને સમજ્યા હતા અને જરૂરી સૂચનો રાજ્ય સરકાર સુધી પહોંચાડવાની  હૈયાધારણા આપી હતી. આજ રીતે 1 થી 4 લોકડાઉન દરમ્યાન ખડેપગે સેવાઓ આપનાર પોલીસ વિભાગના જવાનોને મળી અભિનંદન આપ્યા હતા તેમજ સેવાઓ આપનાર સમગ્ર પોલીસ બેડાનો આભાર વ્યકત કર્યો હતો. બાપુ એ ત્યારબાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત એસવીપી હોસ્પિટલની પણ મુલાકાત લીધી હતી.