ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો
અમદાવાદ: રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાનો કોરોનાનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. મળતી માહિતી અનુસાર છેલ્લે બે કે ત્રણ દિવસથી તેમને સામાન્ય લક્ષણો જેવા કે તાવ જેવા જોવા મળ્યા હોવાથી તેમને કોરોનાનો રીપોર્ટ કરાવ્યો હતો.મળતી માહિતી અનુસાર રિપોર્ટ પોઝિટીવ આવતા હાલ તેઓ હોમ કોરેન્ટાઈન થયેલ છે.
શંકરસિંહ બાપુએ 5 દિવસ પહેલા જ એંસીપીમાંથી રાજીનામુ આપ્યું હતું.જેને લઈને પ્રેસ કૉન્ફ્રાન્સ પણ કરી હતી.આ અગાઉ રાજ્યસભાના ઉમેરવાર અને કોંગ્રેસના પૂર્વ પ્રમુખ ભરતસિંહ સોલંકી નો પણ રિપોર્ટ પોઝિટીવ આવતા રાજકીય વર્તુળમાં મોટો સન્નાટો જોવો મળ્યો છે