NCP ની ટીમે શંકરસિંહ બાપુની આગેવાનીમા દિવાલથી ઢાંકી દિધેલા વિકાસની પાછળ ઝૂંપડપટ્ટીમાં રહેતા ગરીબોની મુલાકાત લીધી
અમદાવાદમાં વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ બની રહ્યું છે. આ સ્ટેડિયમનું ઉદ્દઘાટન 24 ફેબ્રુઆરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ કરવાના છે. જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પ આવાના હોવાથી બે દિવસ પેહલા ઝૂંપડપટ્ટી હોય તેવા એરિયામાં દિવાલો બનાવી દેવામાં આવી છે .
NCPની ટીમ દ્રારા શંકરસિંહ બાપુની આગેવાનીમા રેશ્મા પટેલ તેમજ નિકુલસિંહ ટોમરે સમગ્ર ટ્રમ્પ સાહેબના સ્વાગતના નામે દિવાલથી ઢાંકી દિધેલા વિકાસ ની પાછળ ઝૂંપડપટ્ટીમાં રહેતા ગરીબોની મુલાકાત લીધી અને તેમની વ્યથા સાંભળી.
ટ્રમ્પ સાહેબના સ્વાગતના નામે જે કરોડો રૂપિયાનો ધુમાડો થાય છે એના બદલે ગરીબી, ભુખમરી, રોજગારી, શિક્ષણ, સ્વાસ્થ્ય ઉપર ખર્ચાય તો ભાજપને આજે ખોટા વિકાસને દિવાલ પાછળ છુપાવવાની જરુર ના પડી હોત. આ જે ગરીબીની મજાક ભાજપા દ્રારા કરવામાં આવી એ ખૂબજ નિંદનીય છે.