શંકરસિંહ વાઘેલાએ બનાવેલો પ્રજા શક્તિ મોરચો એક્શનમાં, આગામી ચૂંટણીમાં નવાજુનીના એંધાણ...
આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રુડના ભાવ તળીયે હોવા છતાં સરકાર એક વેપારીની જેમ નફાખોરી કરી પેટ્રોલ ડીઝલના ભાવ વધારાના નામે લોકોને લૂંટવાનુ કામ કરી રહી છે. આંતરરાષ્ટ્રીય બજારમા ક્રુડના ભાવ 104 ડોલર પ્રતિ બેરલ હતા ત્યારે જે ભાવ હતો તેનાથી વધુ ભાવ આજે 38 ડોલર પ્રતિ બેરલ છે ત્યારે છે, જે સરકારની નિષ્ફળ નિતીનુ કારણ છે. લગભગ ૬૦% જેટલો આંતરરાષ્ટ્રીય ભાવમા ઘટાડો થયો હોય ત્યારે તેની તુલનાએ દેશમા પેટ્રોલ ડીઝલના ભાવ ઘટવાના બદલે આશ્વર્યજનક રીતે વધી રહ્યા છે.
પ્રજા શક્તિ મોરચા દ્વારા આવી કપરી સ્થિતિમાં લોકોની મુશ્કેલીઓને વાચા આપવાના ઉદેશથી અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, દાહોદ, સાબરકાંઠા, છોટાઉદેપુર શહેર-જિલ્લા દ્વારા કલેકટર કચેરી ખાતે પેટ્રોલ ડીઝલ ના વધતા ભાવ બાબતે સરકાર ના વિરોધનો કાર્યક્રમ આજ તા. ૨૫.૦૬.૨૦૨૦ નાં રોજ કરવામાં આવ્યો હતો. તેમજ સરકાર વિરોધી સુત્રોચાર કરી પ્રજાને પડતી વેદના સરકાર સુધી પહોચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો ત્યારબાદ કલેકટર શ્રીને આવેદન પત્ર સુપ્રત કરવામાં આવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે સમગ્ર રાજ્યમાં પેટ્રોલ ડીઝલના ભાવમાં સતત વધારો નોંધવામાં આવી રહ્યો છે, ત્યારે શંકરસિંહ વાઘેલાએ NCP ના તમામ પદ પરથી રાજીનામું આપ્યા બાદ પ્રજા શક્તિ મોરચાના નામે નવા પક્ષની રચના કરી છે. ત્યારે આગામી ચૂંટણીમાં નવાજુનીના એંધાણ સર્જાય તેવી શક્યતાઓ સેવાઇ રહી છે.