બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World ANI BBC Others

રાજ કુન્દ્રાની ધરપકડ બાદ ‘સુપર ડાન્સર’ ના સેટ પર જોવા મળી શિલ્પા શેટ્ટી, વિડીયો થયો વાયરલ

શિલ્પા શેટ્ટી માટે વર્ષ 2021 ખૂબ જ ખરાબ ચાલી રહ્યું છે. શિલ્પા શેટીના પતિ રાજ કુન્દ્રા પોર્નોગ્રાફીના કેસમાં છેલ્લા એક મહિનાથી જેલમાં રહેલા છે. ત્યાર બાદ રાજ કુન્દ્રા નામ સામે આવતા શિલ્પા શેટ્ટીએ  લોકપ્રિય ટીવી શો 'સુપર ડાન્સર 4' થી પણ પોતાની જાતને દૂર કરી દીધી હતી. શિલ્પા શેટ્ટી છેલ્લા ઘણા એપિસોડમાં જોવા મળી નહોતી, પરંતુ તેના પતિ પરના આરોપો બાદ શિલ્પા શેટ્ટી શોમાં પરત ફરી આવી છે. જ્યારે શિલ્પા શોના શૂટિંગ માટે પહોંચી ગઈ હતી. પરંતુ આ દરમિયાન હંમેશા હસતી રહેનાર શિલ્પા શેટ્ટીના ચહેરા પર નિરાશા સ્પષ્ટ જોવા મળી રહી છે.

જ્યારે રાજ કુન્દ્રાની ધરપકડ થયા બાદ શિલ્પા શેટ્ટી શોમાંથી ગુમ થઈ ગઈ હતી, ત્યારે લોકો દ્વારા અનુમાન લગાવવાનું શરૂ કરી દીધું હતું કે, શોના નિર્માતાઓએ આ ઘટના બાદ તેને ડિસ્ચાર્જ કરી નાખી છે. હવે તે ફરીથી તેમાં જોવા મળશે નહીં. તેમ છતાં હવે આ અટકળો પર બ્રેક લાગી ગયો છે કે, તે સેટ પર આવી પહોંચી છે. જ્યારે હંમેશા મીડિયા સાથે સારો વ્યવહાર કરનારી શિલ્પા શેટ્ટીના ચહેરા પર ઉદાસી જોવા મળી હતી. આ પ્રખ્યાત વિરલ ભાયાણી દ્વારા આ વીડિયો પોતાના ઇન્સ્ટાગ્રામ પેજ પર શેર કરવામાં આવો છે.

તેની સાથે લોકો દ્વારા સોશિયલ મીડિયા પર તેમની ઉદાસી સ્પષ્ટપણે જોવા મળી રહી છે. ઘણા લોકોએ ટિપ્પણી કરી અને જણાવ્યું છે કે, તેમના ચહેરા પર ઉદાસી રહેલી છે. જ્યારે તે કામ પર પાછી ફરી ત્યારે કોઈએ તેને પ્રોત્સાહન આપ્યું નહોતું. નોંધનીય છે કે, શિલ્પા શેટ્ટી રાજ કુન્દ્રાના જેલમાં ગયા બાદ તૂટેલી જોવા મળી છે.