બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World ANI BBC Others

રાજ્યમાંઉચ્ચ શિક્ષણની સંસ્થાઓ અભાવે ધો.12 સુધીમાં દર 100 માં 70 દિકરીઓને ભણતર છોડી દેવાની ફરજ પડી

આપણા રાજ્ય ગ્રામ્ય વિસ્તારો અને તાલુકા સ્તરે ઉચ્ચ શિક્ષણની સંસ્થાઓ અભાવે ધોરણ-12 સુધીમાં દર 100 માં 70 દિકરીઓને ભણતર છોડી દેવાની ફરજ પડી રહી છે. આ આંકડો આપણા માટે આઘાતજનક છે. 

ગુજરાતમાં ભાજપ 26 વર્ષથી સરકારમાં છે, પરંતુ 26 વર્ષમાં એકપણ સરકારી યુનિવર્સિટીની સ્થાપના કરી નથી, દર વર્ષે પ્રવેશોત્સવ, ગુણોત્સવ અને કન્યા કેળવણીના નામે તાયફાઓ પણ કરે છે. પરંતુ તાલુકા સેન્ટરોમાં કોલેજ જેવી ઉચ્ચ શિક્ષણની સંસ્થાઓ બનાવી નથી. મોટા શહેરોમાં પોતાના મળતિયાઓની ખાનગી કોલેજો ધમધમી શકે તે માટે જાણી જોઈને સરકારી કોલેજો શરૂ કરવા જેવી જરૂરી બાબાતે આંખ આડા કાન કર્યા છે. જેના પાપે આપણી દિકરીઓ આગળનો અભ્યાસ કરી શકતી નથી. ગ્રામ્ય વિસ્તારોમાં બાળકીઓના ધોરણ-12 સુધીના ડ્રોપઆઉટ રેસીયોમાં ગુજરાતની સૌથી ખરાબ સ્થિતી છે. કેરલમાં આ ડ્રોપ આઉટ રેસીયો માત્ર 4.4% છે, જમ્મુ-કાશ્મીરમાં 20.5%, મહારાષ્ટ્ર - 33.1%, કર્ણાટક - 39.6% છે. જ્યારે ગુજરાતમાં ગુજરાત - 70.8% જેટલો ઉંચો છે. 

ગુજરાતમાં શિક્ષણનું વેપારીકરણ બંધ કરી સરકારી શૈક્ષનિણ સંસ્થાઓની સંખ્યા અને શિક્ષણનું સ્તર સુધારવા ભાજપ સરકારને ઘર ભેગી કરવી પડશે.