બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World ANI BBC Others

બીમાર વૃધ્ધ સારવાર માટે થયા દાખલ, પાળેલો કૂતરો 6 દિવસ સુધી હોસ્પિટલ બહાર બેસી રહ્યો.

કૂતરાઓ અને માણસ વચ્ચેનો દોસ્તીનો નાતો હજારો વર્ષ જુનો છે અને આજે પણ આ પ્રાણી પોતાની માણસ પ્રત્યેની વફાદારીનુ ઉદાહરણ અવાર નવાર રજૂ કરતુ રહે છે.

સોશિયલ મીડિયા પર આવો જ એક કિસ્સો વાયરલ થયો છે.જેણે ઘણાની આંખો ભીની કરી દીધી છે.મીડિયા રિપોર્ટ પ્રમાણે તુર્કીના ઉત્તર પૂર્વ વિસ્તારના શહેર ટ્રેબજોનમાં 68 વર્ષના એક સિનિયર સિટિઝનને મગજમાં સર્જાયેલી સમસ્યાના કારણે 14 જાન્યુઆરીએ હોસ્પિટલમાં દાખલ કરવા પડયા હતા.

તેમને એમ્બ્યુલન્સમાં હોસ્પિટલ લઈ જવાતા જોઈને તેમના બોનક નામના પાળેલા કૂતરાએ હોસ્પિટલ સુધી એમ્બ્યુલન્સનો પીછો કર્યો હતો અને કૂતરાને હોસ્પિટલના આંગણે જોઈને હોસ્પિટલના કર્મચારીઓ પણ હેરાન થઈ ગયા હતા.બોનકે હોસ્પિટલમાં જ અડિંગો જમાવી દીધો હતો.વૃધ્ધની પુત્રીએ શ્વાનને ઘરે લઈ જવા માટે બહુ પ્રયત્ન કર્યો હતો પણ તે એકનો બે થયો નહોતો.

આખરે હોસ્પિટલના સ્ટાફે બોનકની દેખભાળ કરવાનુ શરુ કરી દીધુ હતુ.આખરે 6 દિવસ પછી સિનિયર સિટિઝનને રજા મળી હતી ત્યારે તેમનુ પોતાના કૂતરા સાથે મિલન થયુ હતુ.હોસ્પિટલના રુમમાં પોતાના માલિકને જોઈને ખુશ થતા કૂતરાનો વિડિયો સોશિયલ મીડિયા પર પણ આજકાલ ભારે વાયરલ થઈ રહ્યો છે.