બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World Aggregator ANI BBC

ઘરે બેઠા બનાવો એપલ પાઈ ... આ રહી રેસિપી

એપલ પાઈ કેકની જેમ બનતી એક ડીશ છે. તેનો સ્વાદ વધારવા માટે સફરજના ટૂકડાનું સ્ટફિંગ કરવામાં આવે છે. બાળકોને તેને સ્વાદ ખૂબ પસંદ આવે છે. એપલની સાથે અન્ય ફળોનું સ્ટફિંગ કરીને પણ તમે આ ડિશને હેલ્ધી અને ટેસ્ટી બનાવી શકો છો. એક વખત આ રેસિપી જરૂરથી ટ્રાય કરો.



પહેલા ડોવો તૈયાર કરો
ચાળણીમાં 1 કપ લોટ, 1/2 મેંદો, 1/2 નાન ચમચી નાખીને મોટા બાઉલમાં ચાળી લો. તેમાં 1/4 કપ ઓલિવ ઓઈલ અથવા મગફળીનું તેલ ઉમેરી બરાબર મિક્ષ કરી લો. થોડું પાણી ઉમેરીને લોટ બાંધી લો. તેના ઉપર કપડું ઢાંકીને તેને એક સાઈડમાં રાખો.



હવે એપલ પાઈનું સ્ટફિંગનું તૈયાર કરો
 એપલ પાઈનું સ્ટફિંગ બનાવવા માટે 2-3 સફરજનની છાલ કાઢી લો. સફરજનને વચ્ચેથી કટ કરીને બે ભાગ કરો.

હવે તેની પાતળી પાતળી સ્લાઈસ કટ કરો. હવે એક મોટા બાઉલમાં સમારેલાં સફરજ, 1/4 ચમચી તજનો પાવજર, 1/4 ચમચી જાયફળ પાવડર, 1-2 મોટી ચમચી બ્રાઉન સુગર અથવા સફેદ ખાંડ, 2 મોટી ચમચી ઘઉંનો લોટ નાખીને ચમચીથી સારી રીતે મિક્સ કરી લો.




આ રીતે બનાવવો એપલ પાઈ
-બાંધેલા લોટને બે સમાન ભાગમાં વહેંચો. તેની ગોળ અને જાડી રોટલી બનાવો. યાદ રાખો, જે વાસણમાં એપલ પાઈ બનાવી રહ્યા છો તેનાથી રોટલીનો આકાર થોડો મોટો હોવો જોઈએ.

-હવે વાસણ પર માખલ લગાવો. એક રોટલીને વેલનથી રોલિંગ કરીને ડાયરેક્ટ વાસણ પર ફેલાવો. તેને હળવા હાથેથી દબાવતા મોલ્ડનાં આકારમાં ઢાળો.

-હવે તમાં સફરજન નાખીને ફેલાવો. તેના ઉપર ઓલિવ ઓઈલના ટીપાં નાખો. બીજી રોટલી સફરજનની ઉપર મૂકો.

-ઉપરની રોટલી પર છરી વડે ચોરસ આકારમાં ડિઝાઈન બનાવો. બ્રશની મદદથી ઉપર દૂધ લગાવવું.

-હવે ઓવનને 375°F (200°C) પર પ્રીહીટ કરો. તેમાં એપલ પાઈને 50-60 મિનિટ સુધી બ્રાઉન થાય ત્યાં સુધી બેક કરો. તો તૈયાર છે એપલ પાઈ.