બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World Aggregator ANI BBC

છ ભાઈ, પાનની દુકાનથી પ્રત્યેક મહિને 40 હજાર કમાતા હતા, એક ભાઈને વર્ષમાં બે મહિના જ દુકાન ચલાવવા મળે...

નરેન્દ્ર કુમાર શર્માની જુહુ બીચ પર પાનની દુકાન છે. તેઓ છ ભાઈ છે. દરેક ભાઈને બે મહિના માટે દુકાન પર કામ કરવા મળે છે. આ બે મહિનામાં 80થી 90 હજાર રૂપિયાની કમાણી થાય છે. પરિવારમાં કુલ 40 સભ્ય છે. છેલ્લાં 34 વર્ષથી આ પરંપરા ચાલી આવતી હતી, પણ લોકડાઉને આ પરંપરાને તોડી નાંખી.


હવે મુંબઈ તો અનલોક થઈ ગયું છે. અહીં કામકાજ કરવાની પરવાનગી કોઈને મળી નથી. નરેન્દ્ર એક સેઠ સાથે કામ કરી રહ્યા છે. તે કહે છે કે દુકાન ચલાવવાનો સમય અત્યારે મારા મોટાભાઈનો છે, પણ તે ઈચ્છે તો પણ ખોલી શકતા નથી. આગામી મહિને મારો ટર્ન આવશે, કદાચ ત્યાં સુધી મંજૂરી મળી જશે.


બે મહિના દુકાન ચલાવે છે, પછી વર્ષ દરમિયાન શું થાય છે? આ અંગે તે કહે છે કે બીજી જગ્યા કામ કરી છીએ. પાનની દુકાન પિતાજીએ ખોલી હતી અને તેઓ જુહુ બીચ પર છે. અહીં બીજી દુકાન ખોલવાની મંજૂરી નથી. માટે એકબીજાના રોટેશનમાં ચલાવી છીએ, કારણ કે અહીં કમાણી સારી થાય છે.


20થી 25 હજાર લોકો રોજ આવતા હતા


નરેન્દ્ર જ નહીં તેમના જેવા અનેક એવા લોકો છે જેમનું જીવન બીચના સહારાથી ચાલી રહ્યું છે. એમાં ફેરી લગાવનારા, ફોટોગ્રાફીવાળા, સ્ટોલ લગાવનારથી લઈ જાદુ દેખાડનારનો પણ સમાવેશ થાય છે. સાડાચાર કિમી લાંબો જુહુ બીચ મુંબઈનો સૌથી મોટો બીચ છે. એનાં પાંચથી છ એન્ટ્રી પોઇન્ટ છે તથા લોકડાઉન અગાઉ અહીં રોજ 20થી 25 હજાર લોકો આવવા એ સામાન્ય સ્થિતિ છે.


વીકેન્ડમાં આ સંખ્યા ત્રણ ગણી સુધી વધી જતી હતી, જેને લીધે હજારો લોકોને રોજગારી મળતી હતી, પણ હવે બધું ઠપ્પ પડ્યું છે. જુહુ બીચ હોકર્સ એસોસિયેશનના મેમ્બર ખેમરાજ અગ્રવાલ કહે છે, સાત મહિનામાં અહીં વ્યાપારીઓના ત્રણથી ચાર કરોડ રૂપિયાનું નુકસાન થાય છે.


ભેલ, કોલ્ડ-ડ્રિંક, આઈસ્ક્રીમ, વડાપાંઉ, ભાજીપાંઉ જેવી સામગ્રી અહીં સ્ટોલ પર વેચવામાં આવે છે. એમાં કામ કરનારા વર્કર્સમાં વધારે પ્રમાણમાં UP,બિહાર, ઓડિસા, કેરળ જેવાં રાજ્યોના લોકો હતા, જે લોકડાઉન લાગતાં જ અહીંથી જ જતા રહ્યા. કોરોના ડરથી તેઓ હજુ આવી શક્યા નથી તથા તેમને બોલાવી લેવામાં આવે તોપણ કામ કંઈ જ નથી.