બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World ANI BBC Others

સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલ આ વ્યક્તિ કોણ છે?? શું છે વાસ્તવિકતા...જાણો...

અયોધ્યામાં બુધવારના રોજ રામ મંદિર નિર્માણ માટે ભૂમિ પૂજન નું કાર્ય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે વિધિ વિધાન સાથે સંપન્ન થયું. કોરોના સંકટના કારણે આ કાર્યક્રમમાં વિશિષ્ટ મહેમાનોને જ નિમંત્રણ આપવામાં આવ્યું હતું, જ્યારે રામ મંદિર આંદોલન સાથે જોડાયેલા કેટલાક ચર્ચિત વ્યક્તિઓએ ઉંમર અને સ્વાસ્થ્ય સંબધિત સમસ્યાઓના કારણે ઘરે રહીને જ પૂરો કાર્યક્રમ જોયો હતો.

સુપ્રીમ કોર્ટમાં રામલલ્લા બિરાજમાનનો પક્ષ રાખવા વાળા અને તેનો કેસ લડવા વાળા વરિષ્ઠ વકીલ પરાસરણએ 92 વર્ષની ઉંમરે ઘરેથી જ ટીવી પર જ ભૂમિપૂજનનો સંપૂર્ણ કાર્યક્રમ જોયો હતો. ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય મહા સચિવ બી.એલ.સંતોષ દ્વારા ટ્વીટર પર શેર કરેલી આ તસ્વીરમાં પરાસરણ ખુબજ ભાવુક નજર આવી રહ્યા છે.



રામ મંદિરના નિર્માણ માટે રચાયેલા શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ન્યાસમાં પરાસરણને સ્થાપક સભ્ય બનાવવામાં આવ્યા છે. તેમના નિવાસસ્થાન આર -20, ગ્રેટર કૈલાસ ભાગ 1 ના સરનામાં પર ટ્રસ્ટની નોંધણી પણ કરવામાં આવી છે. ઘણા વર્ષોથી રામલાલા વિરાજમાનના વકીલ એડવોકેટ કે. પરાસરણનો ખૂબ આદર કરવામાં આવે છે અને તેને અત્યાર સુધીમાં અનેક પ્રકારના સન્માન આપવામાં આવ્યા છે.