સોનાક્ષી સિંહા મહિલા પોલીસનાં યુનિફોર્મમાં જોવા મળી.
સોનાક્ષી સિંહા પોતાના પ્રશંસકોમાં દબંગઇ અંદાજ માટે જાણીતી છે. લાંબા સમયથી તેના ચાહકો તેની ફિલ્મની રાહ જોઇ રહ્યાછે. હાલમાં જ સોનાક્ષીએ પોતાના નવા પ્રોજેક્ટની ઘોષણા કરી હતી.
સોનાક્ષી ઓટીટી પ્લેટફોર્મ પર ડેબ્યુ કરી રહી છે. અભિનેત્રીએ આ વાત સોશિયલ મીડિયા પરથી શેર કરી હતી. તેણે ઇન્સ્ટાગ્રામના પોતાના એકાઉન્ટ પરથી એક તસવીર શેર કરી છે.
આ પોસ્ટરમાં પોતે મહિલા પોલીસના પોશાકમાં જોવા મળે છે. તેણે સાથે કેપ્શન લખ્યું છે કે, ઔરત શું મેળવી શકે છે તેની કોઇ સીમા નથી.અને મહિલાઓની આ વાત પર આપણો વિશ્વાસ હંમેશા મજબૂત થયો છે.
જલદી જ સેવા અને રક્ષા માટે આવી રહી છે એક મઝેદાર સિરિઝ. આ સિરિઝના એક્ઝિક્યુટિવ પ્રોડયુસર ફરહાન અખ્તર, ઝોયા ,રિતેશ સિધવાની અને રીમા કાગતી છે.