બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World ANI BBC Others

અભિનેતા સોનુ સૂદે દિલ્હીના રાજકારણ મચાવી હલચલ ,રાજકારણમાં જોડાવા મુદ્દે શું કહ્યું જાણો એક ક્લિક કરીને

ફિલ્મ અભિનેતા સોનુ સુદે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને મળ્યા ત્યારે રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા હતી કે શું તેઓ રાજકારણમાં પણ હાથ અજમાવશે? ગરીબ અને અસહાય લોકો માટે મસીહા તરીકે પોતાની ઓળખ બનાવનાર સોનુ સૂદે શુક્રવારે અરવિંદ કેજરીવાલ સાથે સંયુક્ત પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે તેઓ અત્યારે રાજકારણમાં જોડાશે નહીં.

એક સવાલના જવાબમાં, સોનુ સૂદે રાજકારણમાં આવવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો હતો, પરંતુ તે જ સમયે કહ્યું કે તેણે હજી સુધી તે વિશે વિચાર્યું પણ નથી. તે જ સમયે  લોકો સોનુ સૂદના જવાબને 'હા-ના' બંને સ્વરૂપે જોઈ રહ્યા છે. લોકોનું કહેવું છે કે સોનુ સૂદે જે રીતે સમાજસેવાના ક્ષેત્રમાં અલગ ઓળખ બનાવી છે, તેમને રાજકારણમાં પણ પ્રવેશ કરવો જોઈએ.

ઉલ્લેખનીય છે કે, બોલિવૂડ અભિનેતા સોનુ સૂદે શુક્રવારે સવારે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સાથે તેમના નિવાસસ્થાને મુલાકાત કરી હતી. બાદ એક પ્રેસ કોન્ફરન્સમાં ખુદ અરવિંદ કેજરીવાલે સોનુ સૂદને મેન્ટર પ્રોગ્રામના બ્રાન્ડ એમ્બેસેડર બનાવવાની જાહેરાત કરી છે.

સોનુ સૂદની અરવિંદ કેજરીવાલ સાથેની મુલાકાત બાદ તેઓ 2022 ની પંજાબ વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને મદદ કરી શકે છે. અરવિંદ કેજરીવાલે કહ્યું કે સોનુ સૂદ દરેકની મદદ માટે પહોંચે છે અને દેશ માટે પ્રેરણા સ્ત્રોત છે. આ અંગે સોનુ સૂદે એમ પણ કહ્યું કે આમાં રાજકીય કંઈ નથી. બાળકોના ભવિષ્યનો મુદ્દો રાજકારણ કરતાં મોટો મુદ્દો છે. મને લાંબા સમયથી રાજકારણમાં જોડાવાની તક મળી રહી છે, પણ મને રસ નથી. મારો આવો કોઈ ઈરાદો નથી, જે સારી વિચારસરણી ધરાવે છે તેને ચોક્કસ દિશા મળે છે.