વિશ્વની સૌથી ઉંચી ઈમારત બુર્જ ખલીફા પર ગાંધીજીને વિશેષ શ્રદ્ધાંજલિ
વિશ્વભરમાં 2 ઓક્ટોબરના રોજ ગાંધી જયંતિ મનાવવામાં આવી છે ત્યારે વિશ્વની સૌથી ઉંચી ઈમારત બુર્જ ખલીફા પર ગાંધીજીને વિશેષ શ્રદ્ધાંજલિ અપાઈ. ગાંધીજીના જીવન સંદેશ સાથેસાથે તીરંગાની રોશની કરી અપાઈ શ્રદ્ધાંજલીગાંધી જયંતી નિમિત્તે દુબઈના બુર્જ ખલીફા પર વિશેષ લાઈટિંગ કરવામાં આવી હતી. બુ
માત્ર ભારતના જ નહીં પણ વિશ્વમાં મહાપુરુષ ગણાતા ગાંધીની જન્મ જયંતિની ભારતમાં તો ઉજવણી થઇ, પરંતુ દુબઇ પમ ગાંધીના રંગે રંગાયુ. શાંતિ અને અહિંસાના પ્રતીક મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપવા માટે બઇમાં આવેલી વિશ્વની સૌથી ઉંચી ઇમારત બુર્જ ખલિફા પર તેમની તસવીરો અને વિચારોનો લાઇટ શો યોજાયો. તેમના સંદેશ અને જીવનનું પ્રદર્શન કરાયું.
દુબઇના ભારતીય રાજદૂતે આ અઠવાડિયાની શરિઆતમાં કહ્યું હતું કે બુર્જ ખલિફા પર મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપવામાં આવશે. તેમજ આ કાર્યક્રમનું સોશિયલ મીડિયાના માધ્યમથી લાઇવ પ્રસારણ પણ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે બુર્જ ખલિફઆ પર વારે તહેવારે વિશેષ લાઇટ શો યોજવામાં આવે છે. જેના વડે કોઇને ટ્રિબ્યુટ આપવામાં આવે છે, તો વળી કોઇક ખાસ સંદેશ આપવામાં આવે છે. 882 મીટર ઉંચી ઇમારત પર યોજાતા આ લાઇટ શોનું દ્રશ્ય મનમોહક હોય છે.
આ આર્ટિકલની અંદર વ્યક્ત કરેલા વિચારો લેખકના વ્યક્તિગત વિચારો છે. આર્ટિકલમાં દેખાતા તથ્યો અને વિચારો 25 કલાક ન્યૂઝના દ્રષ્ટિકોણને પ્રતિબીંબ કરતા નથી અને 25 કલાક ન્યુઝ તેની માટે કોઈ જવાબદારી સ્વીકારતું નથી.
(+91) 8081113111
pr@25hrnews.com