This browser does not support the video element.
વિશ્વની સૌથી ઉંચી ઈમારત બુર્જ ખલીફા પર ગાંધીજીને વિશેષ શ્રદ્ધાંજલિ
માત્ર ભારતના જ નહીં પણ વિશ્વમાં મહાપુરુષ ગણાતા ગાંધીની જન્મ જયંતિની ભારતમાં તો ઉજવણી થઇ, પરંતુ દુબઇ પમ ગાંધીના રંગે રંગાયુ. શાંતિ અને અહિંસાના પ્રતીક મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપવા માટે બઇમાં આવેલી વિશ્વની સૌથી ઉંચી ઇમારત બુર્જ ખલિફા પર તેમની તસવીરો અને વિચારોનો લાઇટ શો યોજાયો. તેમના સંદેશ અને જીવનનું પ્રદર્શન કરાયું.
દુબઇના ભારતીય રાજદૂતે આ અઠવાડિયાની શરિઆતમાં કહ્યું હતું કે બુર્જ ખલિફા પર મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપવામાં આવશે. તેમજ આ કાર્યક્રમનું સોશિયલ મીડિયાના માધ્યમથી લાઇવ પ્રસારણ પણ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે બુર્જ ખલિફઆ પર વારે તહેવારે વિશેષ લાઇટ શો યોજવામાં આવે છે. જેના વડે કોઇને ટ્રિબ્યુટ આપવામાં આવે છે, તો વળી કોઇક ખાસ સંદેશ આપવામાં આવે છે. 882 મીટર ઉંચી ઇમારત પર યોજાતા આ લાઇટ શોનું દ્રશ્ય મનમોહક હોય છે.