સુશાંતના પરિવારને ન્યાય અપાવવા કેન્દ્રની મોદી સરકારનું મહત્વનું પગલું...
સુશાંતસિંહ રાજપૂત અપમૃત્યુ કેસની તપાસ હવે CBI ના હાથમાં છે. આ કેસમાં તપાસનો ધમધમાટ શરૂ થઇ ગયો છે. ઇડીએ સુશાંત અપમૃત્યુ કેસમાં સુશાંતની પ્રેમિકા રીયા ચક્રવર્તી વિરૂદ્ધ 15 કરોડ રૂપિયાની શંકાસ્પદ લેવડ-દેવડને લઇને કેસ નોંધ્યો છે. આજે આ કેસમાં આજે સુશાંતની પ્રેમિકા રીયા ચક્રવર્તી ઇડી ઓફિસ પહોંચી હતી. રિયા સાથે તેના પિતા ઇન્દ્રજીત અને ભાઇ શોવિક પણ પૂછપરછ માટે ઇડી ઓફિસ બોલાવવામાં આવ્યા હતા.
સુશાંતના મૃત્યુ પાછળ કોણ જવાબદાર છે અને શું કારણ હતું કે સુશાંતનું અપમૃત્યુ થયું આ તમામ સવાલના જવાબો આવનારા સમયમાં જલ્દી જ સામે આવી જશે. આ દરમિયાન એક મહત્વના સમાચાર એ આવી રહ્યા છે કે હવે સુશાંતના પરિવારને ન્યાય અપાવવા કેન્દ્રની મોદી સરકાર પણ આગળ આવી છે.
સુશાંતસિંહ રાજપૂત અપમૃત્યુ કેસમાં એક પક્ષકાર બનવા માટે કેન્દ્ર સરકારે સુપ્રીમકોર્ટમાં અરજી કરી છે. જો આ અરજી સુપ્રીમકોર્ટ માન્ય રાખશે તો સુશાંતના પરિવારને કેસ લડવામાં કેન્દ્ર સરકાર તરફથી મદદ મળી શકે છે. જો કેન્દ્ર સરકાર સુશાંત અપમૃત્યુ કેસમાં પક્ષકાર બનશે તો સોલીસીટર જનરલ તુષાર મહેતા કેન્દ્ર સરકાર વતી સુપ્રીમ કોર્ટમાં દલીલો કરશે.
સુશાંત અપમૃત્યુ કેસમાં CBI ના જોઈન્ટ ડીરેક્ટર અને વડાપ્રધાન મોદીની પસંદગીના અધિકારી મનોજ શશીધર પોતે તપાસ કરી રહ્યા છે. સુશાંતસિંહ રાજપૂત અપમૃત્યુ કેસમાં એક બાજુ મહારાષ્ટ્રની ઉદ્ધવ ઠાકરે સરકાર મદદ નથી કરી રહી, સહકાર નથી આપી રહી તો બીજી બાજુ કેન્દ્ર સરકારે પોતે પક્ષકાર બનવાની અરજી કરી છે. સુશાંતના પરિવાર માટે આ મોટા રાહતના સમાચાર છે.