બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World Aggregator ANI BBC

સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન પોલિસી:3D પ્રિન્ટરથી 90 ટકા સમય બચશે, આર્થિક ભારણ ઘટશે અને આરોગ્ય ક્ષેત્રે પણ ઉપયોગી.

ભરૂચ સ્થિત SVMIT કોલેજના મિકેનિકલ ડિપાર્ટમેન્ટના ફાઇનલ યરના 3 વિદ્યાર્થીઓએ સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન પોલિસી (એસએસઆઇપી) અંતર્ગત 3ડી પ્રિન્ટિંગ મશિન બનાવ્યુ છે. જેના ઉપયોગથી ઔદ્યોગિક ક્ષેત્રે ઘણો ફાયદો થશે. આ કાર્ટા પ્રિન્ટરથી ઇન્ડસ્ટ્રીઓમાં 90થી 95 ટકા સમય બચશે ઉપરાંત આર્થિક ભારણ પણ ઓછુ થશે. ઇન્ડસ્ટ્રીમાં ડાય બનાવવા માટે 25થી 30 દિવસો લાગે છે જે આ 3ડી પ્રિન્ટર દ્વારા એક દિવસમાં જ બની જશે.

ઉપરાંત આરોગ્ય ક્ષેત્રે વ્યક્તિના શારિરીક બાંધા પ્રમાણે ફ્રેક્ચર હાડકાના આકારનો સળિયો બનાવીને ઉપયોગ કરી શકાય. હાથમાં વપરાતા પરંપરાગત ગરમ પાટાને બદલે 3ડી પ્રિન્ટેડ પ્લાસ્ટિકનો સપોર્ટ બનાવી શકાય જેનાથી કંજવાળ કે ગરમીથી રાહત મળશે. ઉપરાંત ફેસના આકાર પ્રમાણે માસ્કનું ડિઝાઇનિંગ પણ કરી શકાય છે. આવનાર દિવસોમાં એન્જિનિયરિંગ કોલેજોમાં 3ડી પ્રિન્ટિંગને એક કમ્બાઇન કોર્ષ તરીકે જાહેર કરી શકે છે.

15-20 પ્રોજેક્ટનું ઓટોમેટિક પ્રિન્ટિંગ એક સાથે કરી શકાય છે

કાર્ટેજિયન અને ડેલ્ટા 3ડી પ્રિન્ટરમાં એક પ્રોજેક્ટના પ્રિન્ટિંગ બાદ અન્ય પ્રોજેક્ટને મેન્યુઅલી બદલવુ પડે છે.જ્યારે SVMITના છાત્રોએ બનાવેલ 3ડી પ્રિન્ટરમાંથી આ ક્ષતિ દૂર કરાઇ છે.એક સાથે 15-20 પ્રોજેક્ટનું ઓટોમેટિક પ્રિન્ટિંગ કરી શકાય છે. ઇન્ડસ્ટ્રિયલ રિવોલ્યુશનના ચોથા સ્ટેડને આવા મિકેનિઝમવાળા પ્રિન્ટરથી બુસ્ટ મળશે. છાત્રોને વડોદરા સેન્ટર દ્વારા એસએસઆઇપી અંતર્ગત આર્થિક મદદ મળી છે.