બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World ANI BBC Others

સની દેઓલનો પુત્ર રાજવીર પણ બોલીવૂડમાં ડેબ્યુ કરે તેવી શક્યતા.

બોલીવૂડમાં એક પછી એક સ્ટાર કિડ ડેબ્યુ કરી રહ્યા છે. તેમાં હવે સની દેઓલના નાના પુત્ર રાજવીરનું નામ પણ બોલાઇ રહ્યું છે. કહેવાય છે કે, સનીનો આ નાનો પુત્ર રાજવીર બોલીવૂડમાં ડેબ્યુ માટે તૈયાર છે.


સની દેઓલે મોટા પુત્ર કરણને પોતાની ફિલ્મ દ્વારા એન્ટ્રી આપી હતી. કરણે પલ પલ દિલ કે પાસ હૈ ફિલ્મથી કારકિર્દી શરૂ કરી, જોકે આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ખાસ ઉકાળી શકી નથી. હવે કરણનો નાનો ભાઇ રાજવીર પણ ફિલ્મોમાં ભાગ્ય ચમકાવા આવી રહ્યો છે. 


સૂત્રના અનુસાર, રાજવીર જે ફિલ્મથી ડેબ્યુ કરવાનો છે, તે ફિલ્મનો ડાયરેકટર સૂરજ બડજાત્યાનો પુત્ર અવનિશ હશે. અવનિશ પણ આ ફિલ્મથી દિગ્દર્શન ક્ષેત્રે ડ્બ્યુ કરવાનો છે. 


જોકે આ ફિલ્મ છેલ્લા બે વરસથી અટકી પડી છે. 


સોશિયલમીડિયાના પોર્ટલના અનુસાર, આ ફિલ્મ યે જવાની હૈ દીવાની પર આધારિત હશે. આ ફિલ્મમાં ઘણા યુવા કલાકારો જોવા મળશે. જોકે ફિલ્મના મુખ્ય પાત્રમાં  રાજવીર જોવા મળે તેવી શક્યતા છે. આ ફિલ્મ એક વેડિંગ રોમકોમ પર હશે. રાજવીરના ડેબ્યુને લઇને આ ફિલ્મની કોઇ સત્તાવાર ઘોષણા કરવામાં આવી નથી.