બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World Aggregator ANI BBC

સુશાંત સિંહ રાજપૂત કેસમાં સુપ્રીમનો મહત્વનો નિર્ણય, સુપ્રીમે કેસ CBI ને સોપ્યો...

સુશાંત સિંહ રાજપૂત અપમૃત્યુ કેસમાં બુધવારે સુપ્રીમ કોર્ટે મહત્વનો નિર્ણય સંભળાવ્યો છે. આ કેસમાં સુપ્રીમ કોર્ટે CBI ને તપાસનો આદેશ કર્યો છે અને સાથે જ મહારાષ્ટ્ર સરકારને આદેશ કર્યો છે કે મહારાષ્ટ્ર સરકાર આ કેસની તપાસમાં CBI ને સહયોગ આપે અને કેસ સંબંધી તમામ દસ્તાવેજો CBI ને આપે. CBI ને સુપ્રીમ કોર્ટે CBI ને આ કેસની તપાસ શરૂ કરવાનો આદેશ આપ્યો છે. આ સાથે જ સુપ્રીમ કોર્ટે મહારાષ્ટ્ર સરકારને ખખડાવીને કહી દીધું છે કે CBI સ્વતંત્ર તપાસ એજન્સી છે, કોઈ પણ રાજ્ય સરકાર એના કાર્યમાં દખલ ના કરે.

 

બિહાર સરકારને કેસ CBI ને સોપવાનો અધિકાર

સુપ્રીમ કોર્ટે કહ્યું કે CBI પટનામાં થયેલી FIR ની તપાસ કરવા સક્ષમ છે અને આ કેસમાં આગળ કોઈ પણ કેસ દાખલ થાય તેની તપાસ CBI કરી શકશે. સુશાંતના પિતાના વકીલ વિકાસ સિંહે કહ્યું કે સુપ્રીમે પોતાના આદેશમાં સ્પષ્ટ કહ્યું છે કે બિહાર સરકારને આ કેસ CBI ને સોપવાનો અધિકાર છે.

 

સુપ્રીમમાં રિયા ચક્રવર્તીના વકીલની દલીલ

ઘટના મુંબઈની છે અને તપાસનો વિસ્તાર પણ મુંબઈ પોલીસની હદમાં છે. પટનામાં ઘટના થઇ નથી તો પણ બિહાર પોલીસે કેસ ફાઈલ કરી દીધો છે. આ કેસમાં પટનામાં તપાસ થઇ શકે નહિ માટે કેસને મુંબઈ ટ્રાન્સફર કરવામાં આવે.


બિહાર સરકારના વકીલ મનીન્દરસિંહ ની દલીલ

રિયા ચક્રવર્તીએ પોતે CBI તપાસની માંગ કરી હતી. મુંબઈ પોલીસે આ કેસમાં FIR કર્યા વગર જ 56 લોકોના નિવેદનો લીધા છે. મહારાષ્ટ્ર પોલીસ રાજકીય દબાણથી કામ કરી રહી છે. રાજકીય દબાણના કારણે જ મુંબઈ પોલીસે આ કેસમાં FIR દાખલ નથી કરી.


કેન્દ્ર સરકારના સોલીસીટર જનરલ તુષાર મહેતાની દલીલ

મુંબઈ પોલીસે આ કેસમાં FIR વગર 56 લોકોને નિવેદન માટે બોલાવ્યા. કાયદાનું પપાલન કર્યા વગર મુંબઈ પોલીસ કામ કરી રહી છે. બિહારમાં કેસ ફાઈલ થયો અને આ કેસમાં CBI તપાસની માંગ થઇ પછી FIR દાખલ કરવામાં આવી.