સુરતમાં કોરોનાને લઈને એક જવેલર્સ દ્વારા બનાવાયા ડાયમંડ માસ્ક, જેની કિંમત છે એક લાખથી લઈને ચાર લાખ રૂપિયા
સુરત : જો તમે કોરોના ચેપથી બચવા માંગો છો, તો તમારે માસ્ક પહેરવો પડશે. આ દરમિયાન સરકારે જાહેર કરેલી ગાઇડલાઈન મુજબ માસ્ક પહેરવું હવે ફરજિયાત કરી દેવામાં આવ્યું છે,માસ્ક નઈ પહેરેલું હોય તો દંડ કરવામાં આવે છે તેના કારણે માસ્કની માંગમાં ઘણો વધારો થયો છે. સરળ માસ્કની સાથે, ગ્રાહકો હવે ડિઝાઇનર માસ્કની માંગ કરી રહ્યા છે. જવેલરીની દુકાનના માલિકે જણાવ્યું હતું કે થોડા દિવસો પહેલા એક ગ્રાહક દુકાન પર આવ્યા હતો, તેમને જણાવ્યું હતું કે તેમના ઘરમાં લગ્ન પ્રસંગ હોવાથી વરરાજા અને વહુ માટે ખાસ માસ્ક બનાવવા માટે ઓર્ડર આપ્યો હતો .આ માંગને ધ્યાનમાં રાખીને, સુરતમાં જવેલરીની દુકાનમાં સોના, ચાંદી અને હીરાથી ભરેલા આકર્ષક ઝવેરાત વેચવામાં આવી રહ્યા છે, જેની કિંમત 1.5 લાખથી 4 લાખ રૂપિયા છે.
ગ્રાહકોની માંગને પહોંચી વળવા અમે અમારા ડિઝાઇનરોને માસ્ક બનાવવાનું કાર્ય આપ્યું,આ માસ્ક ગ્રાહકોને ખૂબ પસંદ આવ્યા. તે પછી, આ માસ્કનો સ્ટોક વધારે કરવામાં આવ્યો જેને લઈને આગામી દિવસોમાં લોકોને તેની જરૂર પડશે. શુદ્ધ હીરા અને સોના સાથેના અમેરિકન હીરાનો ઉપયોગ કરી આ માસ્ક બનાવવામાં આવ્યો છે
નોંધનીય છે કે થોડા દિવસો પહેલા જ ગોલ્ડ્ર્નમેન તરીકે ઓળખાતા પુનામાં રહેતા શંકર કુરહાડેના ગોલ્ડ માસ્ક અંગે પણ સમાચાર આવ્યા હતા. પૂના જિલ્લાના પિંપરી-ચિંચવાડમાં રહેતા શંકર કુરહદે સોના પહેરવાનો શોખ ધરાવતો શખ્સ છે, જેમને પોતાના માટે રૂપિયા 2.89 લાખના સોનાનો માસ્ક ડિઝાઇન કરાવ્યો હતો. શંકરે તેના માસ્ક વિશે સમજાવ્યું કે, 'તે પાતળા માસ્ક છે જેમાં ઘણા નાના છિદ્રો છે જેથી શ્વાસ લેવામાં તકલીફ ન પડે. પરંતુ મને ખબર નથી કે તે કોરોના ચેપને રોકવામાં અસરકારક છે કે નહીં. '