બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World Aggregator ANI BBC

સુરતમાં સતત વધી રહેલા કેસોને ધ્યાનમાં લઈને હજી આટલા દિવસ સુધી બંધ રહેશે બસ સેવા...

સુરતમાં કોરોનાના સંક્રમણને રોકવા માટે તંત્ર દ્વારા છેલ્લા ઘણા દિવસથી એસટી બસોની અવર-જવર બંધ કરવામાં આવી છે. પરંતુ સુરતમાં સતત વધી રહેલા કેસોને જોતા હજુ એક સપ્તાહ બસો બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. 

સુરત શહેર તથા જિલ્લામાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે. આજે જિલ્લામાં વધુ 237 કેસ સામે આવ્યા છે. તો 6 લોકોના મૃત્યુ પણ થયા છે. સુરતમાં કુલ કેસોની સંખ્યા વધીને 14 હજાર 308 થઈ ગઈ છે. સુરતમાં કોરોના સંક્રમણને રોકવા માટે તંત્ર સતત કામ કરી રહ્યું છે. આ વચ્ચે સુરત અવર-જવર કરતી બસો હજુ એક સપ્તાહ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

નોંધનીય છે કે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાની પરિસ્થિતિ ની જો વાત કરવામાં આવે તો નવા 1078 કેસ નોંધાયા છે. નવા કેસની સાથે રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 66777 પર પહોંચી ગઈ છે. રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન વધુ 23 લોકોના મૃત્યુ થયા છે. આ સાથે કુલ મૃત્યુઆંક 2557 પર પહોંચી ગયો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન 1046 લોકોને સારવાર બાદ રજા આપવામાં આવી છે. આમ અત્યાર સુધી 49405 દર્દીઓ ડિસ્ચાર્જ થઈ ચુક્યા છે.