બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World Aggregator ANI BBC

સુરત : આપઘાતની બે હ્યદય દ્વાવક ઘટના, કોરોનાના કારણે સર્જાયેલી આર્થિક ભીંસે ભોગ લીધો.

કોરોના મહામારી વચ્ચે (Coronavirus Situation) સતત સુરત માં આર્થિક પરિસ્થતિ નબળી બનતા લોકો આપઘાત (Surat Suicide) તરફ વળી રહ્યા છે. દરમિયાન રવિવારે આપઘાતની ઘટનાઓ સામે આવ્યા બાદ મંગળવારે ફરી આપઘતાની ઘટનાઓ સામે આવી છે.

આજે નોંધાયેલી આ બંને ઘટનામાં કોરોના વાયરસના કારણે સર્જાયેલી આર્થિક ભીંસ મુખ્ય કારણ હતું. જોકે, સુરત શહેરમાં સ્થિતિ આર્થિક મોરચે થાળી પડી રહી છે પરંતુ જે લોકોએ 3-4 મહિના સુધી રોજગારી ગુમાવી અને રોજ કમાઈ અને રોજ ખાવાનો વારો હતો તેવા લોકોની હાલત ગંભીર છે. આજે સુરત ના અલગ અલગ બે વિસ્તાર બે આપઘાતની ઘટના સામે આવી છે.

પત્નીની ડિલેવરી માટે નહોતા પૈસા, પતિએ આપઘાત કરી લીધો

જેમાં પહેલા બનાવ માં ઉમરાગામમાં શંભુજી સ્ટ્રીટમાં રહેતા અને ત્યાં જ કરિયાણા સહિતની ચીજ વસ્તુ વેચવા માટે દુકાન ધરાવતા 29 વર્ષીય સંતોષકુમાર શરદભાઈ સ્વાઈ પાણી ગર્ભવતી હતી અને તેના છેલ્લા દિવસો પસાર થઈ રહ્યા હતા જોકે ગમેત્યારે તેની ડિલેવરી થવાની હતી પણ તેની પાસે પત્નીની ડિલેવરી કરાવવા માટેના રૂપિયા ન હતા જેને લઈને છેલ્લા કેટલાક દિવસ થી સતત માનસિક તણાવ અનુભવતો હતો. જોકે પોતાને પડી રહેલ આર્થિક ભીંસને લઈએં ગતરોજ પોતાની દુકાનમાં આવેશ માં આવી જઈને ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. જોકે ઘટનાની જાણકારી પાડોસી ઓને થતા તેમણે તાત્કાલિક પોલીસને જાણકારી આપી હતી.

પરિવાર હતો આર્થિક ભીંસમાં, મોભીએ માનસિક તાણ વધાત જિંદગી ટૂંકાવી

જોકે બીજા બનાવ માં સુરતના ડિંડોલી વિસ્ત્તારમાં આવેલ નવાગામ ખાતે ભરવાડ નગર ચાર રસ્તા પાસે જમના પાર્કમાં રહેતા પ્રહલાદભાઈ જાનકીરામભાઈ પાટીલ છૂટક કામ કરી પરિવાર નું ગુજરાન ચાવતા હતા. જોકે કોરોના મહામારી લઈને તેમનું કામ બરાબર નહિ ચાલતું હોવા સાથે પરિવારની આર્થિક જરૂરિયાત પુરી ન કરી શકતા છેલ્લા કેટલાક દિવસથી સતત માનસિંક તણાવ અનુભવતો હતો. જોકે પોતાની આવક નહિ હોવા સાથે પોતાની અને પરિવારની આર્થિક સ્થતિ બગડી રહી હતી જેને લઈને આવેશમાં આવી જઈને પોતાના ઘરના રૂમમાં આવેલ સિલિગના પંખા સાથે સાડી બાંધીને ગળેફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો.