બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World ANI BBC Others

સુરેન્દ્રનગર જિલ્લાના ચર્ચાતા હનીટ્રેપના કિસ્સામાં પોલીસ કોન્સ્ટેબલની સંડોવણી..FIR દાખલ કરવામાં પોલીસ અવઢવમાં...

રાજ્યમાં દિવસે ને દિવસે ગુનાખોરીના પ્રમાણમાં વધારો થતો જાય છે ત્યારે બીજી તરફ રાજ્ય સરકાર ગુનાખોરીને ડામવા કટિબદ્ધ હોવાની વાત કરે છે. ત્યારે આજ રોજ સુરેન્દ્રનગર જિલ્લાના માલવણ પોલીસ સ્ટેશન વિસ્તારની હદમાં એક એવો બનાવ બન્યો જેનાથી સમગ્ર પંથકમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.

સૂત્રોના જણાવ્યા મુજબ સુરેન્દ્રનગર જિલ્લાના માલવણ પોલીસ સ્ટેશન વિસ્તારની હદમાં આવેલ એક હોટલ પાસે આજ રોજ મોરબીના એક વેપારીને હનીટ્રેપમાં ફસાવી 20 લાખ જેટલી માતબર રકમનો તોડ થયો હોવાની માહિતી સામે આવી છે, આ સાથે જ માલવણ વિસ્તારમાં કુખ્યાત ગેડિયા ગેંગનો ત્રાસ યથાવત છે, ત્યારે સમગ્ર પ્રકરણમાં માલવણ પોલીસ સ્ટેશનના એક પોલીસ કોન્સ્ટેબલની સંડોવણી હોવાની વાત પણ સામે આવી છે. જેના કારણે FIR દાખલ કરવામાં પોલીસ અવઢવમાં હોય તેમ લાગી રહ્યું છે તેમજ સાદી અરજી દાખલ કરી પોલીસ દ્વારા મામલો રફેદફે કરવાના પ્રયત્નો થઈ રહ્યા હોય તેમ જણાઈ રહ્યું છે.

સમગ્ર મામલામાં જ્યારે ફરિયાદી સાથે વાત કરવાનો પ્રયત્ન કરતા ફરિયાદી સામાપક્ષ ની ધાક ધમકી થી ડરી "અમારે સમાધાન થઈ ગયું છે..." તેવી વાતનું રટણ કરી રહ્યો છે...પરંતુ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ કુખ્યાત ગેડિયા ગેંગના એક જત તેમજ સાથે જ માલવણ બજાણા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એક પોલીસ કોન્સ્ટેબલનું નામ પણ સામે આવેલ છે, તેમજ આ વિસ્તારમાં આવા બનાવો બનવાના ચાલુ જ હોય છે તેમ પણ જણાઈ આવ્યું છે, પરંતુ આવા ભ્રષ્ટ પોલીસ કોન્સ્ટેબલની સંડોવણીના કારણે આવા બનાવો રફે દફે કરી દેવામાં આવે છે તેવી માહિતી પણ સામે આવી છે.

આ સમગ્ર મામલામાં જો ન્યાયિક તપાસ કરવામાં આવે તો આવા અનેક બનાવોની વિગત બહાર આવી શકે તેમ છે, તેમજ આવા જતવાડ વિસ્તારના ગુનેગારો સાથે સાંઠ ગાંઠ ધરાવતા માલવણ બજાણા પોલીસ સ્ટેશનના પોલીસ કોન્સ્ટેબલ જેવાં ભ્રષ્ટ પોલીસ કોન્સ્ટેબલો સામે ખાતાકીય તાપસ કરવામાં આવે જેથી લોકો નો પોલીસ પ્રત્યેનો વિશ્વાસ ડગે નહીં. ત્યારે સમગ્ર પ્રકરણમાં આગળ શું નવો વણાંક આવે છે તે તો જોઉં જ રહ્યું....