બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World Aggregator ANI BBC

સ્વાધ્યાય પરિવાર દ્વારા સુરેન્દ્રનગર-ભુજ-વડોદરા-અમદાવાદમાં સેનિટાઇઝર મશીનો આપવામાં આવ્યા.

વિશ્વ આજે એક મહામારી માંથી પસાર થહી રહ્યું છે, કોરોનાવાઇરસ એ અનેક લોકો ના જીવ લીધા છે વિશ્વ મા અને એમાં ભારત પણ બાકાદ નથી રહ્યું. આજની તારીખે ભારત મા ૬૭૫૦ જેટલા કિસ્સો થઇ ચુક્યા છે ને ૨૨૭ થી વધુ લોકો નો જીવ ગયો છે.


ગુજરાત પણ આના પ્રકોપ થી બચી શક્યું નથી, 262 થી વધારે કેસ થઇ ચુક્યા છે જેમાં 18 થી વધારે લોકો ના મૃત્યુ પણ થયા છે. આવા કપરા સમયમાં ઘણા લોકો મદદ માટે આગળ આવી રહ્યા છે.


આવા કઠીન સમયમા સ્વાધ્યાય પરિવાર ફરી નિસ્વાર્થ ભાવે મદદ રૂપે આગળ આવી રહ્યું છે. સ્વાધ્યાય પરિવાર તરફથી ગુજરા મા અનેક જગ્યાએ સેનિટાઇઝર કીટ સેનિટાઇઝર મશીનો આપવામા આવી રહ્યા છે, જેનાથી દરેક જગ્યાએ નગરપાલિકાઓ તે મશીનોના ઉપયોગથી તમામ સ્થળો સેનેટાઈઝ કરી શકે.


સ્વાધ્યાય પરિવાર તરુફથી રાજકોટ, ભુજ, અમદાવાદ, સુરેન્દ્રનગર, વડોદરા, ગાંધીનગર જેવી અનેક જગ્યાઓ પર સેનિટાઇઝર મશીનો આપવામાં આવ્યા છે.


સ્વાધ્યાયનો ધ્યેય પણ એ જ છે સમાજ ની સેવા સમાજ મા એકતા રહે ને સાચું જ્ઞાન મળે તે માટે વર્ષો થી એમાં કાર્ય કરતા હોય છે કોઈ પણ પૈસા કે ખોટી આડંબર વગર લોકો સ્વયંભૂ આમા જોડાતા હોય છે.


પૂજનીય દાદા નો એક જ ધ્યેય હતો કે સાચી ભક્તિ થી માણસ માણસ ની નજીક આવે અને માનવ નું સાચું મૂલ્ય સમજાવ્યું કોઈ પણ ભેદભાવ થી દૂર, અને તેમના આ કાર્ય ને વિશ્વ માં અનેકો એ બિરદાવ્યું છે આજે પૂજનીય દીદી તેજ રસ્તા પર ચાલી લોકો ની સેવા અને માણસ ને માણસ ની નજીક લાવા નું કાર્યે કરે છે.


મોરબી હોનારત હોય કે કચ્છ નું ભૂકંપ દાદા ને દીદી નો વિશાળ પરિવાર હંમેશા લોકો ની સેવા માટે આગળ હોય છે આજે ફરી એક વાર જયારે વિશ્વ એક મહામારી માં પસાર થહી રહ્યું છે ત્યારે ફરી સ્વાધ્યાય પરિવાર એક માનવતા નું ઉત્તમ ઉદારણ દઈ રહ્યું છે.

પરસ્પર ભાવ્યન્તઃ

સર્વસ્ય ચાહ: શ્રીમદ ભાગવત ગીતા અધ્યાય ૧૫.