બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World Aggregator ANI BBC

તબલચી, મંજીરાવાદક સહિતનાં કલાકારો બટેટા વેંચવા મજબૂર....

લોકોનું મનોરંજન કરનાર કલાકારોની દયનીય હાલત, અમુક કલાકારોએ આત્મનિર્ભર લોન માટે પ્રયાસ કર્યા પરંતુ તે પણ ન મળતા ગુજરાન ચલાવવું બન્યું મુશ્કેલ, કોરોનાના લીધે ગત માર્ચ માસથી લોકડાયરા સંગીત કાર્યક્રમો બંધ છે. અને લોકોનું મનોરંજન કરનાર તબલચી મંજીરાવાદક, કેસીયો વગાડનાર કલાકારોની દયનીય હાલત થઈ છે. અને અમુક કલાકારો મજૂરી કરવા તો અમુક કલાકારો ડુંગળી - બટેટા વેંચવા મજબુર બન્યા છે. સરકારે જાહેર કરેલી આત્મનિર્ભર લોન પણ ન મળથા આવા કલાકારોએ જીવન નિર્વાહ ચલાવવું પણ મુશ્કેલ થઈ ગયું છે. 

કોરોના મહામારીના કારણે માર્ચ માસથી લોકડાઉન જાહેર થયું હતું. ત્યાર બાદ ક્રમે - ક્રમે અનલોક જાહેર થયું છે. પરંતુ હજુ સુધી લોક ડાયરા સંગીત કાર્યક્રમોને મંજૂરી મળી નથી. છ માસ જેટલા સમયથી લોકડાયરા સહિતના કાર્યક્રમો બંધ છે. આથી લોકોનું મનોરજન કરનાર તબલચી, મંજીરા, કેસીયો, શરણાઈ વાદક સહિતના કલાકારો બેકાર બન્યા છે.

છ માસથી બેકાર રહેલા એક કલાકારે જણાવ્યું હતું કે છ માસથી કામ ન હોવાથી નાના કલાકારોએ બચત કરેલી રકમ પણ ખર્ચ થઈ ગઈ છે. અમુક કલાકારો ડુંગળી - બટેટા, શાકભાજી વેંચવા તો અમુક કલાકારો મજૂરી કરવા મજબુર બન્યા છે. 

અમુક કલાકારોએ સરકારની આત્મનિર્ભર યોજનાં અંતર્ગત લોન મેળવવા પણ પ્રયાસ કર્યો હતો. પરંતુ તેમાં પણ નિષ્ફલતા મળી હતી. આ સ્થિતીમાં આવા નાના કલાકારોને જીવન નિર્વાહ ચલાવવો પણ મુશ્કેલ બન્ય છે. ત્યારે આવા કલાકારોને પણ મદદ મળી રહે તે માટે સરકાર દ્વારા કાર્યવાહી થાય એવી માંગ ઉઠી છે.