શું તમે જાણો છો? તારક મહેતાના આ એક્ટર અને સલમાન ખાને એકટિંગની શરૂઆત સાથે કરી હતી...
તારક મહેતા કાઉટ ચશ્મા એ ભારતીય ટેલિવિઝનનો સૌથી લોકપ્રિય કોમેડી શો છે. તેની શરૂઆત વર્ષ 2008 માં થઈ અને લોકો હજી પણ તેનાથી કંટાળ્યા નથી. દયાબેન, જેઠાલાલ, તપુ, ભીડે, બબીતા, પોપટલાલ અને અન્ય પાત્રો હવે ઘરના સભ્ય હોય એવું લાગે છે. તારક મહેતા કાઉટ ચશ્મા TV શૉમાં ખૂબ જ લોકપ્રિય પાત્ર એટલ કે જેઠાલાલ જેને ભજવ્યુ છે દિલીપ જોશી. તેમના ડાયલોગો ‘Nonsense’ અને ‘પાગલ ઔરત’ સોશિયલ મીડિયા પર ખુબજ વાયરલ થયા છે. પરંતુ તમને ખબર નહીં હોય કે દિલીપ જોશી અને બોલિવૂડના સુપર સ્ટાર સલમાન ખાન બને પોતાની ફિલ્મી-કારકિર્દી એક સાથે શરૂકરી હતી
દિલીપ જોશી એ સલમાન ખાન સાથે ફિલ્મ ‘મૈં પ્યાર કિયા’ થી અભિનયની શરૂઆત કરી હતી. આ ફિલ્મમાં સલમાન ખાન ની સાથે હિરોઈનમાં ભાગ્યશ્રી એ કામ કરિયું હતું અને આ ફિલ્મ બ્લોકબસ્ટર સાબિત થઇ હતી. આપણા જેઠાલાલ એટલા કે દિલીપ જોશીએ સૂરજ બરજાત્યાની ફિલ્મમાં સેવક રામુની નાની ભૂમિકા ભજવી હતી. જોકે તેમની પાસે ફિલ્મમાં કોઈ મોટો ડાયલોગ નહોતો પણ દિલીપ જોશી તેમની એકટિંગ અને હાસ્યથી લોકોમાં પોતાની એક અલગ છાપ છોડી દીધી હતી.
દિલીપ જોશીએ સલમાન ખાન સાથે કામ કર્યું તે આ એકમાત્ર ફિલ્મ નથી. અભિનેતા જલ્દી જ દબંગ ખાન સાથે મળીને બીજી એક હિટ ફિલ્મમાં સાથે કામ કરિયું. તે ફિલ્મમાં સલમાન ખાન સાથે હિરોઈનમાં માધુરી દીક્ષિત હતા અને તે ફિલ્મ નું નામે છે હમ આપકે હૈ કૌનનો. તેમાં દિલીપ જોશી એ માધુરીના પિતરાઇ ભાઈ ભુલા પ્રસાદનો રોલ ભજવ્યો હતો. દિલીપે ફરી એકવાર તેની રમુજી એકટિંગથી પ્રેક્ષકોનું હૃદય આકર્ષિત કર્યું.
જો તમને અમારો અર્ટિકેલ પસંદ આવતા હોય તો અમારા અર્ટિકેલ ને LIKE કરો, તમારો દોસ્ત કે ફેમિલી જોડે Share કરો અને Comment કરીને અમને જણાવો તમને અમારો અર્ટિકેલ કેવો લાગીયો