બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World Aggregator ANI BBC

પંચમહાલની મલાવ પ્રાથમિક શાળાના શિક્ષક "ઘેર ઘેર ગળો અભિયાન" થકી પ્રાકૃતિક સંદેશ આપી રહ્યા છે...

કાલોલ,(પંચમહાલ): જીવનમાં શિક્ષણનૂ ખુબ જ મહત્વ છે.અને શિક્ષક વિના શિક્ષણની કલ્પના જ કરી ના શકાય.આજે પાંચમી સપ્ટેમ્બર એટલે શિક્ષક દિવસ.શિક્ષક દિવસની ઉજવણી સમગ્ર ભારતમા કરવામા આવે છે.હાલ કોરોનાની મહામારી ચાલી રહી છે.લોકડાઉન બાદ હવે અનલોકમાં પણ શાળા કોલેજો બંધ હોવાને કારણે હવે ઓનલાઈન શિક્ષણ ઇન્ટરનેટના માધ્યમથી અપાઈ રહ્યુ છે.આજે સમાજમા ઘણા એવા શિક્ષકો છે કે  માત્ર ઔપચારિક શિક્ષણ આપવાની સાથે અનૌપચારિક શિક્ષણ પણ આપવુ તેમની પ્રથમ ફરજ સમજે છે.આપણે એક એવા શિક્ષકની વાત કરવાના છે.જે પાઠ્યપુસ્તકોનુ શિક્ષણ શાળામા તેમના વિદ્યાર્થીઓને આપે છે.હાલમા લોકડાઉનમા ઘરે બેઠા શિક્ષણના પુસ્તકો આપવાનુ કાર્ય કર્યુ તેની સાથે પ્રાકૃતિક શિક્ષણ ની સમજણ આપીને "ઘેરઘેર ગળો અભિયાન" શરુ કર્યુ છે.


જેમા પોતાના આપવાના નવીન વિચારને આજે સૌ કોઈએ વધાવી લીધો છે. જેમા "ગળા"ની વેલનો છોડને પોતાના ઘરના આંગણામા વાવીને પ્રકૃતિનુ જતન કરવાનો સંદેશ આપવામા આવી રહ્યો છે. આ શિક્ષકનુ નામ છે નિષાદકુમાર ભોઈ જે પંચમહાલ જીલ્લાની કાલોલ તાલુકાની મલાવ ગામની પ્રાથમિક શાળામા આસિસ્ટન્ટ શિક્ષક તરીકે ફરજ બજાવે છે.

નિષાદકુમાર ભોઈ  "ઘેર ઘેર ગળો અભિયાન" અંગે વાતચીત કરતા જણાવે છે"તેમને સાતમા મહિનામા આ અભિયાન શરુ કરેલ હતો.ગળો એટલે ગિલોય.જેને શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે.શરીરમા શરદી,ખાસી, તાવ,ઉધરસ કે માથાનો દુખાવો વગેરે જેવા રોગોથી બચવા માટે ગળાની વેલનો છોડ ખુબ ઉપયોગી હોયછે.જેમા મારા વિદ્યાર્થીઓ ગળાનુ મહત્વ સમજે તે માટે અભિયાન શરૂ કર્યુ છે.તેમને ૬૦ જેટલા ગળાના છોડ ની વેલના રોપા તૈયાર કરીને આપવામા આવ્યા છે.


ખાસ કરીને જેમના ઘરે લીમડાના ઝાડ છે.તેમને આપવામા આવ્યા છે.અરડૂસી,કાલમેઘ,અશ્વગંધા,સર્પગંધા જેવા ઔષધિય વૃક્ષોના છોડ,સાથે સાથે લીમડો,જાસુદ,ખાટી આંબલીના છોડ પણ વિદ્યાર્થીઓને આપવામા આવ્યા છે.જેમા સરકારી નર્સરીમાથી આ વિવિધ વૃક્ષોના છોડ લાવામા આવ્યા હતા.વધુમા તેઓ સોશિયલ મિડીયાના માધ્યમથી પણ પોતાના અભિયાનને લોકો સુધી પહોચાડી રહ્યા છે. અને પોસ્ટ અને કુરિયરના માધ્યમથી પણ તે ગળાની વેલ પહોચાડવાનૂ ભગીરથ કાર્ય કરી રહ્યા છે. એટલે શિક્ષક વિશે સાચૂ જ કહેવાયુ છે." શિક્ષક વિશે કહેવાયુ છે
"શિક્ષક કભી સાધારણ નહી હોતા, પ્રલય ઔર નિર્માણ ઉનકી ગોદમે પલતે હે."
આવા શિક્ષકને આજના દિવસે નમન કરીએ છે.