બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World Aggregator ANI BBC

જાણો એક પ્રતિભાશાળી ટેક એન્ટરપ્રેન્યોર પરમાર્થ મોરી વિશે.

4 એપ્રિલ 1985 ના દિવસે જન્મેલા અને ઐતિહાસિક વઢવાણ શહેરમાંથી આવતા પરમાર્થ મોરી અનેક યુવાનો માટે પ્રેરણાદાયી બન્યા છે.


ગુજરાત રાજ્યના સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલું ઐતિહાસિક  વઢવાણ શહેર વર્ધમાનપુર તરીકે પણ ઓળખાય છે. વઢવાણ તેના ભવ્ય ઐતિહાસિક વારસા અને સંસ્કૃતિ વિશે જાણીતું શહેર છે.



મળો એક ખેડૂત પરિવારમાંથી આવતા યુવા સાહસિક પરમાર્થ, જેઓ ઈ પ્રોગ્રામિંગ ભાષા શીખ્યા વગર જ એક સફળ  ટેક એન્ટરપ્રેન્યોર બન્યા છે. હાલમાં પરમાર્થ PM Communications નામથી પોતાનો IT બીઝનેસ ધરાવે  છે. 


એક ખેડૂત પરિવારમાં જન્મેલા અને ઉછરેલા પરમાર્થ કહે છે કે તેમના અભ્યાસકાળ દરમિયાન તેમની રચનાત્મકતા અને તેમનું ડિઝાઈનિંગ વર્કના ઓછા પ્રચારને કારણે ખાસ પ્રોત્સાહન મળ્યું નહોતું. એક નાના શહેરમાંથી આવતા આ યુવાન પોતાની રચનાત્મકતા અને ડિઝાઈનિંગ વર્કના ક્ષેત્રમાં આગળ વધવાના પોતાના સ્વપ્ન અંગે ઘણી અવઢવમાં હતા.




વઢવાણમાં સી.યુ.શાહ સ્કુલ અને કોલેજમાં ગ્રેજ્યુએશન  પૂર્ણ કર્યા બાદ પરમાર્થ એક નવી તકની શોધમાં અમદવાદ આવી ગયા અને એક કોલ સેન્ટરમાં જોબ કરતાની સાથે સાથે તેમણે અમદાવાદના અરેના ઇન્સ્ટીટયુટમાંથી મલ્ટીમીડિયા પોસ્ટ ગ્રેજ્યુએશનનો અભ્યાસ પૂર્ણ કર્યો. 


મલ્ટીમીડિયાનો પોસ્ટ ગ્રેજ્યુએશન અભ્યાસ પૂર્ણ કરતાની સાથે તેમણે એક એડ એજેન્સીમાં ગ્રાફિક્સ  ડિઝાઈનિંગની જોબ શરૂ કરી અને આ જોબ કરતાની સાથે સાથે જ તેમણે UI-UX ડિઝાઈનિંગ ના માધ્યમથી પોતાની પ્રતિભાને આગળ વધારવાની તક ઝડપી. User Interface અને User Experience ડિઝાઈનિંગ કોઇપણ વેબ, એપ્લીકેશન, સોફ્ટવેર અને ERP ડેવલોપમેન્ટનો એક મહત્વપૂર્ણ ભાગ છે.




 UI અને UX  ડિઝાઈનિંગમાં નિપુણતા પ્રાપ્ત કર્યા બાદ તેમણે એક ફ્રીલાંસ પ્રોગ્રમર્સ ગ્રુપ સાથે કામ કરવાનું શરૂ કર્યું. અને ત્યારબાદ તેમણે એક તમામ ટેકનીકલ સોલ્યુશન આપવા માટે પોતાની એક સ્વતંત્ર ટીમ ઉભી કરી, જે આજે અમદાવાદમાં PM Communications ના નામે Best Web Designing & App Development Company  (સર્વશ્રેષ્ઠ ડિઝાઈનિંગ અને ડેવલોપમેન્ટ) કંપનીઓની વચ્ચે નામના મેળવી છે.




પોતાના કાર્ય પ્રત્યે સમર્પણભાવ, આકરી મહેનત અને ઉત્સાહ સાથે પરમાર્થ કહે છે કે તેઓ  ભારતને હવેનું ઇનોવેટીવ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજીનું હબ બનાવવા માંગે છે અને ભારતની આવનારી યુવા પ્રતિભાઓને દુનિયામાં એક શ્રેષ્ઠ ઉદાહરણ તરીકે સ્થાપિત કરવા માંગે છે.


ટેકનોલોજી અને પર્યાવરણ



ટેક્નોલોજી દ્વારા પર્યાવરણને મદદ કરવા માટે પરમાર્થનો પર્યાવરણ માટેનો ટેકનોલોજીનો ઉપયોગ કરવાનો એક અનોખો વિચાર છે. ટેક્નોલોજી અને પર્યાવરણને એક સાથે લાવવાનો તેમનો ઉત્સાહ વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર હેશટેગ કરેલા ટ્વીટ્સ અને જિયોટેગ ઇન્સ્ટાગ્રામ ફોટાઓ દ્વારા સફળ રહ્યો છે જેણે કુદરતી આપત્તિઓ વખતે રીઅલ-ટાઇમ અપડેટ્સ આપી ઘણા અમુલ્ય જીવન બચાવ્યા છે.


આવનારા વર્ષોમાં ટેકનોલોજી પર્યાવરણ અને પ્રાકૃતિક સંપદા પર સકારાત્મક રૂપે પ્રભાવિત  કરશે, જેમ કે:


o   કુદરતી સંસાધનોના ઉપયોગ માટે પ્રદૂષણ નિયંત્રક સેન્સર ડીવાઈઝ

o   હવામાન, પક્ષીઓ અને પ્રાણીઓનું મોનીટરીંગ કરવા માટે એક મજબૂત ડીવાઈઝ રજૂ થશે

o   કૃષિક્ષેત્રે ઉર્જા નિયંત્રણ માટે મોનીટરીંગ ડીવાઈઝ

o   વૃક્ષો વાવવા અને તેના ઉછેરની જાણકારી આપતી સરળ એપ્લીકેશન

o   ખેતપદ્ધતિ અને કૃષિ ક્ષેત્રે સેન્સર નેટવર્કના ઉપયોગ માટે 5G નો ઉપયોગ.


ટેકનોલોજી અને પર્યાવરણ અંગે વાત કરતા પરમાર્થ કહે છે કે એ ટેકનોલોજી આજના સમયની તમામ સમસ્યાઓનું  નિરાકરણ નથી લાવી શકતી એવું કહી શકીએ, પણ આવનારા વર્ષોમાં ટેકનોલોજીના વપરાશની દિશામાં આ યોગ્ય પગલા ગણાશે.



એક ટેક એન્ટરપ્રેનીયોર હોવાની સાથે જ પરમાર્થ અન્ય લોકોને સામાજિક, આર્થિક અને માનસિક રૂપે એમના વ્યવસાય અને સામાજિક સંબંધોના માધ્યમથી મદદ કરી રહ્યાં છે. જે લોકો આઈટી ક્ષેત્રમાં નથી તેવા લોકો માટે પણ એમણે; કન્ટેન્ટ રાઈટર, ડીજીટલ માર્કેટર્સ અને ગ્રાફિક ડીઝાઈનર તરીકે જોબવર્ક આપીને કમાવાની તક આપી છે.



તેમની મદદ કરવાની ભાવના અન્ય લોકોને સામાજિક સંબંધોને ટકાવી રાખવા અને મજબૂત કરવા માટે પ્રેરે છે. જેથી તેઓ સોશિયલ મીડિયા પર એક્ટીવ રહેવાનું પસંદ કરે છે અને કહે છે કે એમની સોશિયલ મીડિયા પ્રોફાઈલથી તેમને ફેસબુક દ્વારા પ્રસિદ્ધી પણ મળી છે:


facebook.com/parmaths  

linkedin.com/in/parmarth

instagram.com/parmarths

twitter.com/parmarthmori


તેમનું કહેવું છે કે હવે તેઓ યુવાનોને સ્માર્ટ એપ સાથે કામ કરવા માટે પ્રેરિત કરવા માંગે છે અને દેશ માટે અસાધારણ કામ કરવા માંગે છે.



અંતમાં કહે છે, "તમે જે કઈ પણ કામ કરતા હો, તે કામને અનુરૂપ રહેવાની એક માત્ર પદ્ધતિથી તમને પરિણામ દેખાશે."

"The only way you'll see results if you stay consistent in whatever work you do".