બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World ANI BBC Others

ટેલિગ્રામ દ્વારા ખરીદી કરતી વખતે છેતરપિંડીથી સાવચેત રહો. જાણો કેવી રીતે થાય છે છેતરપિંડી...

  • પાન પાર્લર પર બેસી લોકોને છેતરતા હતા
  • ફોન પે, ગુગલ પેના QR કોડ મોકલી પૈસા મેળવી લેતા હતા
  • અંદાજે 18 લાખની છેતરપિંડી કરી હોવાનું બહાર આવ્યું છે

અમદાવાદ: સોલા પોલીસ સ્ટેશનના પીએસઆઇ જે.જે.રાણાને બાતમી મળી હતી કે, ચાંદલોડીયા વિશ્વકર્મા મંદિર પાસે શ્રીજી પાન પાર્લર પર કેટલાક શખ્સ ટેલિગ્રામ એપ્લિકેશન પર સસ્તા ભાવે મોબાઈલ, લેપટોપ અને LED ટીવી જેવા ઇલેક્ટ્રોનિક સાધનો આપવાની જાહેરાત મૂકી છેતરપિંડી કરે છે. જેથી પોલીસે ત્રણેયને ઝડપી લીધા હતા. પોલીસે પૂછપરછ કરતા ટેલિગ્રામમાં પોતાની ચેનલ બનાવી મોબાઈલ, લેપટોપ અને LED ટીવી જેવા ઇલેક્ટ્રોનિક સાધનો આપવાની લાલચ આપતા અને જો ગ્રાહક યુઝરનેમ પર ક્લિક કરે તો મેસેજથી વાત કરતા હતાં.
આરોપીઓ ઓનલાઇન પૈસા QR કોડ સ્કેન કરી પોતાના ખાતામાં જમા કરાવતા હતા બાદમાં ત્રણ દિવસે વસ્તુ આવી જશે કહી ફોન બ્લોક કરી દેતાં હતાં. 1100 લોકો સાથે રૂ. 18 લાખની છેતરપિંડી કરી હોવાનું બહાર આવ્યું છે. સોલા પોલીસે આરોપીઓની વધુ પૂછપરછ શરૂ કરી છે.

ત્રણ દિવસ બાદ વસ્તુ આવશે તેમ કહી નંબર બ્લોક કરી દેતા હતા

લાલચ આપી સરનામું પૂછી લેતા હતા અને 50 ટકા પેમેન્ટ ફોન પે, ગૂગલ પેનો QR કોડ મોકલી આપતા હતા. જેમાં ગ્રાહક પેમેન્ટ કરે એટલે ત્રણ દિવસ બાદ વસ્તુ આવશે તેમ કહી દેતા હતા અને જો ગ્રાહક ટેલિગ્રામમાં કોન્ટેક્ટ કરે તો નંબર બ્લોક કરતા હતાં. ત્રણ અલગ અલગ બેંકમાં પૈસા જમા થતા હતા. પોલીસે અનિષ જોશી રહે. નવા વાડજ, વિશાલ શર્મા રહે. ચાંદલોડીયા અને ધ્રુવ હિંગોલ રહે. ચાંદલોડીયા ની ધરપકડ કરી છે. આરોપીઓએ ચાર મહિનામાં 1100 લોકો સાથે 18 લાખની છેતરપિંડી કરી છે.