બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World ANI BBC Others

પાકિસ્તાનના ગ્વાદર શહેરમાં થયો ભયંકર બ્લાસ્ટ, ૬ ચીની એન્જીનિયરોના કરુણ મોત

પાકિસ્તાનમાં જોરદાર બ્લાસ્ટ થયાની ઘટના સામે આવી છે. જ્યારે ગ્વાદર સિટીમાં એક બ્લાસ્ટમાં 6 ચીની એન્જીનિયરોના મોત નીપજ્યા છે. પ્રાપ્ત માહિતી મુજબ, આ બ્લાસ્ટ બલોચ ફાઇટર દ્વારા કરવામાં આવ્યો હોવાની જાણકારી સામે આવી છે. 

ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાનના ઉત્તર પશ્વિમી વિસ્તારમાં એક બસમાં થયેલા વિસ્ફોટમાં 9 ચીની એન્જીનિયરોના મોત થયા હોવાની જાણકારી સામે આવી છે. તેની સાથે આતંકવાદી હુમલાથી ચીની નાગરિકોમાં ભયનો માહોલ ઉભો થઈ ગયો છે. જ્યારે આ દરમિયાનની તસ્વીર પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે. જેમાં CPEC પ્રોજેક્ટ પર પાકિસ્તાનમાં કામ કરી રહેલા ચાઇનીઝ એન્જીનિયર એકે-47 સાથે દેખાયા હતા.

તેની સાથે પાકિસ્તાનમાં પોતાના નાગરિકોના મોતથી ચીન ભયભીત થઈ ગયું છે. જ્યારે તેની તપાસ માટે પોતાની એક ટીમ પણ હતી. જ્યારે બીજી તરફ ચીનને ખુશ કરવા માટે પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાને તમામ ચીની નાગરિકોની સુરક્ષાને લઈને વિશ્વાસ અપાયો હતો. તેમ છતાં ચીન-પાક આર્થિક ગલિયારાના કામકાજમાં લાગેલા ચાઇનીઝ વર્કર્સનો ભય સમાપ્ત થયો નથી. જયારે એ લોકોએ પોતાની સુરક્ષા માટે ટૂલકિટની જગ્યાએ એકે-47 જેવા હથિયાર ઉઠાવ્યા હતા તેમ છતા પણ તે સુરક્ષિત રહ્યા નહોતા. 

જ્યારે ગુરુવારના પાકિસ્તાનના સિંઘ પ્રાંતના બહાવન નગરમાં શિયા સમુદાયના જુલુસ પર હુમલો કરાયો હતો. આ હુમલામાં 5 લોકોના મોત નીપજ્યા હતા અને લગભગ 40 લોકો ઇજાગ્રસ્ત પણ થયા હતા. હુમલા બાદ ઘટનાસ્થળ પર દોડધામ થઈ ગઇ હતી. તેની આડમાં હુમલાવરો ત્યાંથી નાસી છુટ્યા હતા. તેને અફઘાનિસ્તાનમાં કટ્ટરપંથી તાલિબાનીઓના કબજાની સાઇડ ઇફેક્ટ તરીકે માનવામાં આવી રહ્યું છે.