જમ્મુ કાશ્મીરમાં આતંકીઓનો પોલીસ પાર્ટી પર હુમલો, બે જવાન શહીદ.
જમ્મુ કાશ્મીરમાં આતંકવાદીઓએ ફરી પોલીસ કર્મીઓને નિશાન બનાવ્યા છે.બારામુલ્લા વિસ્તારમાં શુક્રવારે આતંકીઓએ પોલીસ ટુકડી પર ફાયરિંગ કર્યુ હતુ. આ ફાયરિંગમાં બે જવાન શહીદ થયા હતા.આ ઘટના બાદ સમગ્ર વિસ્તારને ઘેરી લઈને સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યુ છે.
પોલીસ પાર્ટી પર થયેલા હુમલાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે.જેમાં એક આતંકી એકે-47 લઈને હુમલો કરવા માટે તૈયાર બેઠો હોવાનુ દેખાઈ રહ્યુ છે.આ આતંકીની ઓળખ કરવામાં આવી રહી છે અને તેની શોધખોળ માટે સર્ચ ઓપરેશન ચલાવાઈ રહ્યુ છે.
આ પહેલા કાશ્મીરમાં અલગ અલગ બે સ્થળે થયેલા એન્કાઉન્ટરમાં લશ્કરના 3 આતંકવાદીઓ માર્યા ગયા છે.આતંકીઓ છુપાયા હોવાની ખબર મળ્યા બાદ આર્મીએ ઓપરેશન ચલાવ્યુ હતુ અને બે જગ્યાએ એન્કાઉન્ટર કર્યા હતા.