બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World ANI BBC Others

ભારતમાં ટેસ્લાની એન્ટ્રી: ચીનમાં બનેલી Model Y સાથે મુંબઈમાં ખુલશે પહેલું શોરૂમ

લાંબી રાહ જોવાયા બાદ આખરે વિશ્વની સૌથી મોટી ઇલેક્ટ્રિક કાર કંપની ટેસ્લા ઇન્ક હવે ભારતીય બજારમાં પ્રવેશવા જઈ રહી છે. જુલાઈમાં ટેસ્લા મુંબઈમાં તેનું પહેલું શોરૂમ ખોલશે, ત્યારબાદ દિલ્હીમાં પણ શોરૂમ ખોલવાની તૈયારી ચાલી રહી છે. આ એન્ટ્રી સાથે જ ભારત વિશ્વનું ત્રીજું સૌથી મોટું ઓટોમોબાઈલ માર્કેટ બનશે જ્યાં ટેસ્લાની ઈલેક્ટ્રિક કાર ઉપલબ્ધ થશે.


Model Y SUV પ્રથમ તબક્કે લોન્ચ થશે

ટેસ્લાની Model Y રિયર-વ્હીલ ડ્રાઇવ SUV એ પ્રથમ તબક્કે ભારતમાં લોન્ચ થવાનું અનુમાન છે. આ કાર ચીનમાં આવેલી ટેસ્લાની ફેક્ટરીમાંથી ભારતમાં મોકલવામાં આવી છે. Model Y હાલ વિશ્વમાં સૌથી વધુ વેચાતું ઈલેક્ટ્રિક વાહન છે.


ટેસ્લાએ ચીનથી ઈલેક્ટ્રિક કાર ઉપરાંત, નેધરલેન્ડ્સથી સુપરચાર્જર કમ્પોનન્ટ્સ, કાર એસેસરીઝ, મર્ચેન્ડાઇઝ અને સ્પેર પાર્ટ્સ પણ ભારતમાં આયાત કર્યા છે.


મોદી-મસ્ક મુલાકાત બાદ ખુલ્યો રસ્તો

ભારતમાં ટેસ્લાની એન્ટ્રી લાંબા સમયથી ચર્ચાનો વિષય રહી છે. પરંતુ ઉંચા ટેરિફ અને લોકલ મેન્યુફેક્ચરિંગના મુદ્દાઓના કારણે નિર્ણયમાં વિલંબ થઈ રહ્યો હતો. ફેબ્રુઆરીમાં અમેરિકાની મુલાકાત દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને એલોન મસ્કની મુલાકાતે ભારત માટે ટેસ્લાના દરવાજા ખોલી દીધા. એ સમયે એ વાત સામે આવી હતી કે ટેસ્લા મુંબઈ નજીકના બંદર પર થોડી હજાર કાર મોકલવાની તૈયારી કરી રહી છે.


ભારત માટે તક, ટેસ્લા માટે મોટું માર્કેટ

યુરોપ તથા ચીનમાં ઘટતી વેચાણનો સામનો કરી રહેલી ટેસ્લા માટે ભારતીય બજાર એક નવી તક બની શકે છે. ટેસ્લાની અદ્યતન ટેક્નોલોજી, મજબૂત બ્રાન્ડ નામ તથા ઈલેક્ટ્રિક કાર માટેનો ભારતીય ગ્રાહકોનો વધતો ઝુકાવ તેને સફળ લોન્ચ માટે ઉત્તમ બનાવે છે.