90 વર્ષીય દાદીએ ન્યૂઝ પેપર વાંચવા લેપટોપ ઓપરેટ કરતા શીખ્યું
કેરળમાં ત્રિશૂર શહેરમાં રહેતા મેરી થોમસે 90 વર્ષની ઉંમરે લેપટોપ ચલાવતા શીખ્યું જેથી તેઓ ન્યૂઝ પેપર વાંચી શકે. કોરોના વાઈરસને લીધે લોકોએ ન્યૂઝ પેપર લેવાના બંધ કરી દીધા હતા. છાપું વાંચ્યા વગર દાદીનો દિવસ પૂરો થતો નહોતો. આ દરમિયાન તેમના પૌત્ર અરુણે દાદીને ઓનલાઈન છાપું વાંચવાની સલાહ આપી. શ
કેરળમાં ત્રિશૂર શહેરમાં રહેતા મેરી થોમસે 90 વર્ષની ઉંમરે લેપટોપ ચલાવતા શીખ્યું જેથી તેઓ ન્યૂઝ પેપર વાંચી શકે. કોરોના વાઈરસને લીધે લોકોએ ન્યૂઝ પેપર લેવાના બંધ કરી દીધા હતા. છાપું વાંચ્યા વગર દાદીનો દિવસ પૂરો થતો નહોતો. આ દરમિયાન તેમના પૌત્ર અરુણે દાદીને ઓનલાઈન છાપું વાંચવાની સલાહ આપી. શરૂઆતમાં થોડા દિવસો લાગ્યા પણ દાદી લેપટોપ ઓપરેટ કરતા શીખી ગયાં.
10 ધોરણ ભણેલા દાદીએ ખેતી કરીને ગુજરાન ચલાવ્યું. ઉંમર વધવાની સાથે ન્યૂઝ પેપર દાદીનું મિત્ર બની ગયું. અરુણે આખો દિવસ લેપટોપ પર ન્યૂઝ પેપર વાંચતા દાદીનો ફોટો શેર કર્યો. આ ફોટો જોઇને યુઝરે દાદીના વખાણ કર્યા. અરુણે સોશિયલ મીડિયા યુઝર્સની કમેન્ટ્સ દાદીને સંભળાવી ત્યારે તેમને આશ્ચર્ય થયું હતું કે, લેપટોપ ઓપરેટ કરતા શીખીને પણ તેઓ આટલા ફેમસ થઇ શકે છે.
આ આર્ટિકલની અંદર વ્યક્ત કરેલા વિચારો લેખકના વ્યક્તિગત વિચારો છે. આર્ટિકલમાં દેખાતા તથ્યો અને વિચારો 25 કલાક ન્યૂઝના દ્રષ્ટિકોણને પ્રતિબીંબ કરતા નથી અને 25 કલાક ન્યુઝ તેની માટે કોઈ જવાબદારી સ્વીકારતું નથી.
(+91) 8081113111
pr@25hrnews.com